- આસામમાં 6 મહિના સુધી લંબાવાય અશાંત ઘારાની મુદ્ત
- આવનારી 28 ઑગષ્ટથી અમલ કરાશે
- આતંકવાદી હુમલાના કારણે ઘારા લંબાવાનો નિર્ણય લેવાયો
- સત્તાવાર રીતે કરવામાં આવી જાહેરાત
દેશના રાજ્ય આસામમાં આતંકીઓ હિમલા તેમજ હથિયારો તથા અનેક ગેરકાયદેરસ પ્રવૃત્તિઓ થતી હોવાથી અહી અશાંત ઘારો લાગુ કરવામાં આવ્યો હતો, આસામમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ અટલે કે આફસ્પા વર્ષ 1958નો અમલ હજું આગળ પણ વધુ છ મહિના માટે લંબાવવામાં આવ્યો છે આ બાબતે સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી ચૂકી છે જેથી હવે આવનારી 28મી ઑગષ્ટથી આ હુકમનો અમલ કરવામાં આવશે.
આસામ સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે, આસામ અને તેની આડોસ પાડોશના વિસ્તારોમાં સતત આતંકવાદી હુમલાને અજામ આપવામાં આવતા હોય છે આ સાથે જ અહીંના વિસ્તારોમાંથી કેટલાક ગેરકાયદેસર હથિયારો શસ્ત્રો બરામદ થતા હોય છે ,તે સાથે જ ઘણી વાર વિસ્ફોટક સામગ્રીનો જથ્થો પણ મળી આવતો હોય છે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આ AFSPAને હજુ આવનારા 6 મહિના સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર બાબતે અનેક માંગણી પણ થવા પામી છે,રાજ્ય આસામના નાગરિકો તેમજ અનેક સંસ્થાઓ થકી તથા સ્થાનિક રાજકીય પક્ષો અને મિડિયા આ કાયદાનો અમલ ખસેડવાની માંગ કરી રહ્યા છે, જો કે હાલની સ્થિતિને જોતા કેન્દ્રના ગૃહમંત્રાલય તથા ગુપ્તચર ખાતા અને સ્થાનિક પોલીસ અને સેના દ્નારા આપવામાં આવતી આંતકવાદની માહિતીને લઈને આ કાયદાનો અમલ વધુ છ મહિના સુધી લંબાવવાના નિર્ણય પર તેઓ અડગ છે, આતંકવાદી ગતિવિધિઓને વલઈને મંત્રાલય આ નિર્ણય પર અડીખમ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે આ કાયદો પહેલા મણીપુરમાં પણ લોગુ કરાયો હતોવર્ષ 1990થી આ કાયદો સતત અમલમાં રહ્યો હતો. જો કે હવે અશાંતઘારા વિસ્તારની આસામની સમય મર્યાદા પણ વધુ 6 મહિના સુઘી લંબાવી દેવામાં આવી છે.
સાહીન-