‘એરફોર્સ વન’ ના આધારે પીએમ મોદી માટે તૈયાર થઈ રહ્યું છે અનેક સુવિધાથી સજ્જ ‘એર ઈન્ડિયા વન ‘ – આ છે તેની ખાસિયતો
- પીએમ મોદી માટે તૈયાર થઈ રહ્યું છે ખાસ વિમાન
- સુરક્ષાઓથી હશે સજ્જ
- અમેરીકામાં બની રહ્યું છે આ ખાસ વિમાન
દિલ્હી:- દેશના વડાપ્રધાન મોદી માટે નવું વીવીઆઈપી બોઈંગ વિમાન ‘એર ઈન્ડિયા વન’ અમેરીકામાં સજ્જ કરવામાં આવી રહ્યું છે, આ વિમાન આવનારા બે અઠવાડીમાં દિલ્હી લાવવામાં આવશે, સરકાર એ બે મોટી કાયા ધરાવતા અને ખાસ રીતે તૈયાર કરાયેલા માળખા વાળા બોઈંગ 777-300 વિમાનનો આર્ડર આપ્યો છે, જેમાંનું એક ખાસ એર દેશના વડા પ્રધાન મોદી માટે તૈયાર કરવામાં આવશે તો બીજુ એર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે સજ્જ કરવામાં આવશે, આ બન્ને વિમાન ભારતીય વાયુસેનાના પાયલટો સંચાલીત કરશે.
અમેરીકાના રાષ્ટ્રપતિ દ્રારા ઉપયોગમાં લેવામાં આવતા ‘એરફોર્સ વન’ વિમાનની તર્જ પર ભારત માટે વીવીઆઈપી વિમાન ‘એર ઇન્ડિયા વન’ તૈયાર કરવામાં આવ્યું છે. આ બંને વિમાનો અમેરિકામાં ખાસ પ્રકારની તૈયારીઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. આ બન્ને વિમાનના ભારતમાં આગમન બાદ 25 વર્ષ જૂનું બોઇંગ 747 વિમાન હટાવવામાં આવશે. આ બંને વિમાન ભારતીય વાયુસેનાના પાઇલટ્સ ચલાવશે.
એર ઇન્ડિયા, ભારતીય વાયુસેના, અને કેટલાક સરકારી અધિકારીઓ સાથે સુરક્ષાદળોની એક ટીમ, વીવીઆઈપી વિમાન ‘એર ઇન્ડિયા વન’ને ભારત લાવવા માટે અમેરીકા પહોચ્યા છે.
જાણો – આ ‘એર ઈન્ડિયા વન’ ની ખાસિયતો
- એર ઇન્ડિયા વન એડવાન્સ અને સિક્યોર કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે.
- આ વિમાન ફુલ એર કમાન્ડ કેન્દ્રની જેમ કાર્ય કરે છે જેમાં અત્યાધુનિક ઓડિઓ-વિડિઓ કમ્યુનિકેશનને ટેપ અથવા હેક કરી શકાતું નથી.
- આ બન્ને વિમાન મજબુત હવાઈ કિલ્લાની જેમ છે
- આ વિમાનની ખરિદીનો ખર્ચ અંદાજે 8,458 કરોડ છે
- આ વિમાનમાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ,સેલ્ફ પ્રોટક્શન સૂટ પણ છે જે દુશ્મ દેશની રડાર ફિકવન્સીને બંધ કરી શકે છે
- આ વિમાનની અંદર એક કોન્ફરન્સ રૂમ, વીવીઆઈપી મુસાફરો માટે એક ખાસ કેબીન,મેડિકલ સેન્ટર તેની સાથે સાથે અન્ય મહાનુભાવો, કર્મચારીઓની માટે ખાસ પ્રકારની બેઠકો હશે.
- આ વિમાનમાં એર ઇન્ડિયા વનને AI-1 અથવા AICOO1 પણ કહેવામાં આવે છે
- આ વિમાનમાં અશોક ચક્ર સાથે ભારત અને ઈન્ડિયા પણ લખવામાં આવશે
- એર ઇન્ડિયા વનની ખાસ સાઈન જોવા મળશે. આ નિશાની એ દર્શાવે છે કે, આ વિમાનમાં રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાન સવાર છે.
- આ વિમાનમાં એક વખત ઈંધણ ભર્યા બાદ તે 17 કલાક સુધી સતત ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે
- એકવાર આ વિમાનનું રિફ્યુઅલ થઈ જાય, તો તે 17 કલાક સતત ઉડાન કરી શકશે.
- હાલમાં જે વીવીઆઈપી કાફલામાં વિમાન કાર્યરત છે જે ફક્ત 10 કલાક માટે જ સતત ઉડાન ભરી શકે છે.
દેશના વડા પ્રધાન મોદી માટે અને દેશના રાષ્ટ્રપતિ માટે તૈયાર થઈ રહેલા આ બન્ને વિમાનો આવનારા બે અઠવાડીયા સુધીમાં દિલ્હી ખાતે લાવવામાં આવશે અને આ વિમાન ભારતીય વાયુસેના દ્રારા ચલાવવામાં આવશે.
સાહીન-