– શહેરમાં છેલ્લા 1 વર્ષમાં 5 નવા બ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યા
– કોર્પોરેશન તંત્ર દ્વારા આજે નામ જાહેર કરાયા
– CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કરાયું નામકરણ
અમદાવાદ શહેર સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે શહેરમાં છેલ્લા એક વર્ષમાં પાંચ નવા બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જો કે છેલ્લા એક વર્ષથી બ્રિજનું નામકરણ અદ્ધરતાલ હતું. પરંતુ આજે અમદાવાદમાં કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરના આ બ્રિજના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
આપને જણાવી દઇએ કે, તાજેતરમાં મળેલી AMC સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના પાંચ બ્રિજના નામકરણ કરવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાઈ હતી. જેમાં અમદાવાદ શહેરના પાંચ બ્રિજના નામકરણ કરવામાં આવેલ છે.શહેરના ઇનકામટેક્સ બ્રિજનું નામ અરુણ જેટલી, અંજલિ બ્રિજને સુષ્મા સ્વરાજ, હાટકેશ્વર બ્રિજને છત્રપતિ શિવાજી, બાપુનગર બ્રિજને મહારાણા પ્રતાપ અને રાણીપ બ્રિજને આત્મનિર્ભર ગુજરાત નામ આપવામાં આવ્યુ છે.
(સંકેત)