1. Home
  2. revoinews
  3. સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવાનું કાવતરું- આઈબી એલર્ટ બાદ સુરક્ષામાં વધારો
સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવાનું કાવતરું- આઈબી એલર્ટ બાદ સુરક્ષામાં વધારો

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવાનું કાવતરું- આઈબી એલર્ટ બાદ સુરક્ષામાં વધારો

0
Social Share
  • 15મી ઓગસ્ટના રોજ ખાલિસ્તાનનો ઝંડો ફરકાવાનું કાવતરું
  • આઈબી દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું
  • દિલ્હી લાલ કિલ્લાની સુરક્ષામાં વધારોલ કરાયો
  • શીખ ફોર જસ્ટિસના ગુરુની નાપાક ચાલ

દેશમાં 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આવતા દેશમાં અને ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવે છે, કારણે કે આ બન્ને સમયે અનેક દેશો કે દુશ્મનોની નાપાક નજર દેશ પર રહે છે, બન્ને સમયે આવા લોકો તરફથી કંઈકને કંઈક આપણા દેશને હાનિ પહોંચે તેવું કાવતરું ઘડવામાં આવતું હોય છે, અથવા તો ભારતના માન સમ્માનને હાનિ પહોચાડવાની ચાલ ચાલવામાં આવતી હોય છે ત્યારે આવી જ એક ઘટના આ 15મી ઓગસ્ટના રોજ થનાર હતી જો કે સુરક્ષા એજન્સીઓને તેની ભાળ મળી ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટને લઈને ઈન્ટેલિજેન્ટ્સ બ્યૂરોએ એલર્ટ જારી કર્યું છે, જારી કરવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકામાં રહેનારા શીખ ફોર જસ્ટિસના આકાઓ એવા એક ગુરુવતપંત સિંહ પન્નુએ 14,15 અને 16 ઓગસ્ટના રોજ લાલકીલા પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવનાર સિખને સવા લાખ ડોલર આપવાની જાહેરાત કરી છે.

ખાલિસ્તાન આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસના આતંકી ગુરુવતપંત સિંહ પન્નૂએ એક વીડિયો વાયરલ કર્યો છે, તાજેતરમાં ગુરુવતપંત સિંહ પન્નૂને ભારત સરકારથી ડિજિનેટેડ ટેરરરિસ્ટ કરાર આપ્યો છે, તેણે એલાન કર્યું છે કે, જે 15મી ઓગસ્ટના રોજ ખાલિસ્તાનનો ઝંડો દિલ્હીના લાલ કિલ્લા પર લહેરાવશે તેને લાખોનું ઈનામ આપવામાં આવશે.

પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઈએસઆઈના સાથે મળીને ગુરવતપંત સિંહ પન્નુ પણ લોકમત 2020 માટેનું અભિયાન ચલાવી રહ્યા છે. આ વિડિઓ વાયરલ થયા બાદ તપાસ એજન્સીઓએ એલર્ટ જારી કર્યું છે. ઉલ્લેખનીય છે કે લોકમત 2020ને લઈને દિલ્હી, પંજાબ અને હરિયાણામાં લોકોને ગુરવંતપંત સિંહ પન્નુના ઓટોમેટિક કોલ આવી રહ્યા છે, જેની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે.

તાજેતરમાં જ એક વીડિયો ગુરવતપંત સિંહ પન્નુ એ જારી કર્યો હતો ,જેમાં દિલ્હી રાજધાનીને ખાલિસ્તાન બનાવવાની વાત કરી હતી,ત્યાર બાદ 15મી ઓગસ્ટના રોજ ઝંડો ફરકાવવાની વાતને લઈને લાલ કિલ્લા આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

_SAHIN

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code