- ઈ-સિગારેટને લઈને સંસોધનમાં થયો ચોકાવનારો ખુલાસો,
- ઈ-સિગારેટનું સેવન કરવાથી થઈ શકે છે કોરોના
અમદાવાદ: દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે..ત્યારે દિનપ્રતિદિન કોરોનાના કેસો અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે.. કોરોના વાયરસના ઘણા બધા લક્ષણો સામે આવ્યા હતા… ઉધરસ, તાવ, થાક અને શ્વાસ લેવામાં તકલીફએ કોરોના સંક્રમણના લક્ષણો છે…હજુ પણ કોરોના કંઈ-કંઈ વસ્તુઓથી થઈ શકે, તેના પર સતત સંશોધન કરવામાં આવી રહ્યું છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો સંશોધન કરી પોતાનો અહેવાલ સબમિટ કરી રહ્યા છે…
જો કે ધુમ્રપાન કોઈ પણ પ્રકારનું હોય તેનાથી શરીરને જોખમ તો છે જ પરંતુ હવે કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને સંશોધનકારોએ ઈ-સિગારેટનો ખુલાસો પણ કર્યો છે. સરકાર તથા સમાજ સેવીઓ દ્વારા વ્યસનને રોકવાને લઈને અવારનવાર જાહેરાત તો થતી જ રહે છે અને સંશોધનકારોના આ સંશોધન પછી વ્યસન કરતા લોકોને વધારે સતર્ક રહેવાની જરૂર છે.
કોરોના એક એવો રોગ છે જે એક બીજાના સંપર્કમાં આવવાના કારણે થાય છે… સંસોધનમાં સામે આવ્યું છે કે યુએસમાં ભારતીય મૂળના સંશોધનકર્તાની આગેવાની હેઠળના એક અધ્યયનમાં માહિતી મળી છે કે, ઈ-સિગારેટનો ઉપયોગ કરનારા કિશોરો અને યુવાનોમાં કોવિડનું જોખમ વધી રહ્યું છે. આ અભ્યાસ જર્નલ ઓફ એડોલન્ટસ હેલ્થમાં પ્રકાશિત થયો છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, સામાન્ય વ્યક્તિઓ કરતા ઈ-સિગારેટનો ઉપયોગ કરતાંને 5 થી 7 ગણો વધારે ચેપ લાગે છે… આ અભ્યાસના મુખ્ય લેખક અને યુ.એસ.ની સ્ટેનફોર્ડ કોલેજના પોસ્ટડોક્ટરલએ કહ્યું છે કે યુવાનો હંમેશાં વિચારે છે કે તેમને કોરોના નહીં થાય, પરંતુ જે લોકો ઇ-સિગારેટનો ઉપયોગ કરે છે તેઓને કોરોના થવાનું જોખમ વધી જાય છે…
ભાગ લેનારાઓને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક ભાગમાં, ઇ-સિગારેટનો ઉપયોગ કરનારા લોકોને રાખવામાં આવ્યા હતા અને અન્ય ભાગોમાં તેઓ રાખવામાં આવે છે, જેમણે ક્યારેય તમાકુના ઉત્પાદનોનો ઉપયોગ કર્યો નથી. તારણો દર્શાવે છે કે જે લોકોએ છેલ્લા 30 દિવસમાં સિગારેટ અથવા ઇ-સિગારેટનો ઉપયોગ કર્યો હતો તેમાં કોરોનાના લક્ષણો 5 ગણા વધુ હતા.
_Devanshi