આરબીઆઈનો સર્વેમાં થયો મોટો ખુલાસો, લોકડાઉનમાં લોકોના ખર્ચ પર કર્યો સર્વે
અમદાવાદ: કોરોનાવાયરસના કારણે સમગ્ર ભારત દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતુ. લોકડાઉનમાં તે વાત તો નક્કી હતી કે કેટલાક લોકોની આવકમાં ફેરફાર જોવા મળ્યો હતો. લોકડાઉન કેટલો સમય ચાલશે તે વાત તો નક્કી હતી કારણ કે કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા હતા અને તેના કારણે લોકોએ બિનજરૂરી ખર્ચ પર જંગી રીતે કાપ મુક્યો હતો.
આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે જૂલાઈમાં લોકોએ બિનજરૂરી ખર્ચા પર 61.4% કાપ મુક્યો હતો અને લોકડાઉનમાં લોકોએ ખર્ચમાં 43.2% જેટલો ઘટાડો કર્યો હતો.
લોકોએ કોરોનાવાયરસ જેવા સમયમાં સૌથી સારી વાત શીખી હોય તો એ છે કે લોકો હવે આગામી સમયમાં પણ બિનજરૂરી ખર્ચા પર રોક લગાવશે અને આગામી એક વર્ષ માટે બિન જરૂરી બાબતો પર સરેરાશ 40% સુધીનો ઘટાડો કરવાની વાત કરી છે.
જો કે રિઝર્વ બેંક દર બે મહીને કન્ઝ્યુમર કોન્ફિડેન્સ સર્વે પણ કરે છે અને જૂલાઈમાં કરવામાં આવેલા સર્વે મુજબ કન્ઝ્યુમર કોન્ફિડેન્સ ઈન્ડેક્ષ (CCI) 53.8 આવ્યો હતો જે અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર છે. કન્ઝ્યુમર કોન્ફિડેન્સ ઈન્ડેક્ષ 100થી જેટલો નીચે રહે છે તેના આધારે પરિસ્થિતિનો અંદાજ લગાવવામાં આવે છે. જો કે આ પ્રકારનો સર્વે ટેલીફોન પર કરવામાં આવે છે.
_Vinayak