હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે.. એવામાં વરસાદ આવે એટલે ગરમાગરમ અને ચટપટુ ખાવાનું મન થાય છે.. જો એમાં પણ મનભાવતું જમવાનું મળી જાય એટલે તો વાત જ ના પૂછો.. આપણી સામે મન ભાવતી વસ્તુ સામે પડી હોય તો આપણે તેને ખાવાથી રોકી શકતા નથી..વધારે તળેલું, શેકેલું ખાવાથી પાચન શક્તિ પર અસર પડી શકે છે. સારા પાચાન ક્રિયા માટે ધ્યાન રાખવું જરૂરી છે કે શું ખાવું જોઇએ અને શું નહીં? આ સાથે જ એસિડિટી જેવી સમસ્યા થવા લાગે છે. આ તેવી સમસ્યા છે જે સાંભળવામાં તો નાની લાગે છે પરંતુ જ્યારે તેનો સામનો કરવો પડે છે ત્યારે એસિડિટીનો દુખાવો અસહનીય હોય છે.
ચા-કોફીનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ
જો તમે પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ચા, કૉફીનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. કારણ કે તેના સેવનથી પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ અને ઘણા પ્રકારની મુશ્કેલીઓ પડે છે.
કાર્બોહાઇડ્રેટ યુક્ત વસ્તુઓ ઓછી ખાવી જોઈએ
કાર્બોહાઇડ્રેટ યુક્ત વસ્તુઓ ઓછા પ્રમાણમાં ખાવી જોઈએ.. કાર્બોહાઇડ્રેટ યુક્ત વસ્તુઓ પેટ માટે નુકશાનદાયી સાબિત થઇ શકે છે. જો તમે જરૂરતથી વધારે ફેટવાળી વસ્તુઓ ખાઓ છો તો પેટ સંબંધિત સમસ્યા વધી શકે છે. તળેલી વસ્તુઓનું સેવન કરવાનું ટાળીને વધારેમાં વધારે શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઇએ.
પેટમાં ગેસ બનાવતી વસ્તુઓનું સેવન ન કરવું
બ્રોકલી, બીન્સ અને કોબીજ જેવા શાકભાજીથી ગેસ થાય છે. આ ઉપરાંત લસણ અને ડુંગળીનું વધારે સેવન કરવું પણ નુકશાનકારક સાબિત થઇ શકે છે. એટલા માટે યોગ્ય રહેશે કે તેનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરો. આદુ પાચન માટે રામબાણ સાબિત થઇ શકે છે.
લીલી શાકભાજી અને ફળોનું સેવન કરવું
પેટની સમસ્યાઓથી બચવા માટે લીલી શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ.. પોતાના ડાયેટમાં વધારેમાં વધારે ફાઇબરયુક્ત વસ્તુઓ સામેલ કરવી ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ન માત્ર તમારી પાચન ક્રિયાને ઠીક કરે છે પરંતુ તેનાથી તમે કબજિયાત જેવી સમસ્યાઓથી પણ બચી શકો છો.
_Devanshi