વાસ્તવિક વ્યાજદર વધુ હોવાથી ક્રેડિટ ગ્રોથને અસર: BofA
- રિઝર્વ બેંકે અત્યાર સુધી વ્યાજદરોમાં 135 બેસીસ પોઇન્ટનો કર્યો ઘટાડો
- આમ છતાં વાસ્તવિક વ્યાજદર વધુ
- તેનાથી ક્રેડિટ ગ્રોથ પર વિપરિત અસર
રિઝર્વ બેન્કે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં વ્યાજદરોમાં 135 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરી દીધો છે તેમ છતાં વાસ્તવિક ધિરાણ દર 44 બેસીસ પોઇન્ટ વધી ગયા છે. આ સ્થિતિને કારણે ક્રેડિટ ગ્રોથ પર વિપરીત અસર થઈ છે.
આ વિશે વાત કરતાં બેંક ઓફ અમેરિકા સિક્યુરિટી (BofA) ના અર્થશાસ્ત્રીએ એક રિપોર્ટમાં કહ્યું કે વાસ્તવિક વ્યાજના દર ઘણા ઊંચા છે જેને કારણે ક્રેડિટ ફ્લો ઘણો જ ધીમો છે, તે સૂચવે છે કે જીડીપીમાં અપેક્ષા કરતાં વધારે ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે loan growth અગાઉના 10.8 ટકાના અંદાજથી ઘટાડીને 8.5 ટકા કર્યો છે અને જીડીપીમાં 6 ટકાનો નેગેટિવ ગ્રોથ જોવા મળશે.
મે મહિનાના મધ્યમાં પ્રથમ લોકડાઉન પૂર્ણ થયું તે પછી લૉન ફ્લો ગયા વર્ષ કરતા 106 ટકા જોવા મળ્યો છે. ક્રેડિટ માંગ ઓછી છે અને વાસ્તવિક વ્યાજદર ઘણાં જ ઊંચા છે તેને કારણે લોન રીકવરી મુશ્કેલ બની છે.
નોંધનીય છે કે, નોમિનલ MCLR 105 બેસીસ પોઈન્ટ ઘટ્યા છે પરંતુ વાસ્તવિક MCLR 44 બેસીસ પોઈન્ટ વધ્યા છે. હોલસેલ ભાવ આધારીત ફુગાવાનો દર માર્ચ 2019માં 2.3 ટકા હતો, જે જૂનમાં 0.8 ટકા થયો હતો. માર્ચ 2019થી વેઈટેડ એવરેજ લેન્ડિંગ રેટ (WALR) મે મહિનામાં નોમિનલ ટર્મમાં 37 બેસીસ પોઈન્ટ ઘટ્યા છે તેમ છતાં વાસ્તવિક WALR 147 બેસીસ પોઈન્ટ વધી ગયા છે. તેને કારણે ક્રેડિટ ગ્રોથમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
(સંકેત)