- પીએમ મોદી 1 ઓગસ્ટે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં વિદ્યાર્થીઓને મળશે
- સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં મળશે વિદ્યાર્થીઓને
- સોફટવેર અને હાર્ડવેરની સમસ્યાઓના ટેક્નિકલ ઉકેલ મુદ્દે વિદ્યાર્થીઓ સાથે કરે છે સીધી વાત
- 1 થી 3 ઓગસ્ટ સુધી સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2020નો ગ્રાન્ડ ફિનાલે થશે
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનના ગ્રાન્ડ ફીનાલેમાં વિદ્યાર્થીઓને મળશે. પીએમ દર વર્ષે હેકેથોનમાં સોફટવેર અને હાર્ડવેરની સમસ્યાઓના ટેક્નિકલ ઉકેલોના પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓ સાથે સીધી વાત કરે છે. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતને વધારે ટેક્નોલોજી સાથે કેવી રીતે જોડી શકાય તે મુદ્દે વાત કરી શકે છે.
માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકની અધ્યક્ષતામાં સોમવારે એઆઈસીટીઈ અધિકારીઓ સાથે ગ્રાંડ ફીનાલેની તૈયારીઓ અંગે બેઠક મળી હતી. 1 થી 3 ઓગસ્ટ સુધી સ્માર્ટ ઇન્ડિયા હૈકાથાન 2020નો ગ્રાન્ડ ફિનાલે થશે.
દેશભરમાંથી પસંદ થયેલ દસ હજાર વિદ્યાર્થીઓની ટીમ ટેક્નોલોજીથી 243 સમસ્યાઓનું નિરાકરણ લાવશે. સ્પર્ધાની ચોથી આવૃત્તિમાં 4.5 લાખ સહભાગીઓએ ભાગ લીધો હતો. પ્રથમ કક્ષાની સ્ક્રિનીંગ જાન્યુઆરીમાં થઈ હતી. તેના આધારે વિજેતા ટીમોને રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો અને મૂલ્યાંકનકારીઓ દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી હતી. આ સ્ક્રિનિંગમાં પસંદ કરાયેલા દસ હજાર વિદ્યાર્થીઓ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લઈ રહ્યા છે.
ત્રણ વિજેતાઓને મળશે પુરસ્કાર
આ સ્પર્ધાના ત્રણ વિજેતાઓ હશે જેમાં પ્રથમ વિજેતાને એક લાખ રૂપિયા, બીજાને 75 હજાર રૂપિયા અને ત્રીજાને 50 હજાર રૂપિયા ઈનામ મળશે. આ ઉપરાંત દરેક સમસ્યાના સમાધાન પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે.
હૈકેથોનમાં અત્યાર સુધીમાં લગભગ 331 પ્રોટોટાઇપ વિકસિત કરવામાં આવી છે. અહીં 71 સ્ટાર્ટઅપ બનાવવામાં આવી રહ્યા છે અને 19 સ્ટાર્ટઅપ સફળતાપૂર્વક નોંધાયા છે. આ ઉપરાંત, વિવિધ વિભાગોમાં 39 ઉકેલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વધુ વિકાસ માટે આશરે 64 સંભવિત ઉકેલોને નાણાં પૂરા પાડવામાં આવ્યા છે.
_Devanshi