- સરકાર હવે અસ્થાયી પેન્શન આપશે
- સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર
- મોદી સરકારે કોરોના સંકટમાં પણ કર્મીઓ પર ધ્યાન આપ્યું
- અનેક ઔપચારીક કાર્યો પૂર્ણ થાય તે પહેલાથી જ પેન્શન લાગુ કરાશે
કોરોના મહામારી સામે જ્યારે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે સરકાર દ્રારા લોકોની મુશ્કેલીઓને સતત ઘટાડવા અવનવા પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે,કોરોનાકાળમાં લોકોની આર્થિક મુશ્કેલીને દુર કરવા હવે સરકારે એક મહત્વનો નિર્ણય અમલમાં મૂક્યો છે.આ નિર્ણયનો લાભ હવે એવા લોકોને મળશે કે જેઓ કોરોના મહામારીમાં પોતાની નોકરીમાંથી નિવૃત થઈ રહ્યા છે,તો શું છે સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય જાણીએ
કેન્દ્ર સરકારે કોરોના મહામારીના સમયમાં જે લોકો નોકરીમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે તે તમામ કર્મચારીઓનું નિયમિત પેન્શન અટલે કે પીપીઓ શરુ રાખવા તેમજ અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ થયા સુધી અસ્થાયી પેન્શન રકમ આપવાના આદેશ જારી કર્યા છે.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ એ આ બાબતે જાણકારી આપતા કહ્યું કે,”મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ પેન્શન અને પેન્શન ચૂકવણી કલ્યાણ વિભાગને એક નવુ સ્વરુપ આપવામાં આવ્યું છે,સરકાર દ્રારા આ નવીરુપ રેખા એ રીતે તૈયાર કરવામાં આવી છે કે,જે તે સંબંધિત કર્મચારીને નિવૃત્તિના દિવસથી કોઈ વિલંબ કર્યા વિના નિયમિત પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ) આપી શકાય,જો કે કોવિડ 19 જેવી મહામારીના કારણે અને લોકડાઉનના કરણે કાર્યલયના કામમાં આવેલા વિલંબથી આ સમય દરમિયાન નિવૃત થનારા કેટલાક કર્મચારીઓને પીપીઓ જારી કરવામાં નથી આવી શક્યો”
કેન્દ્રી મંત્રીના કહ્યા મુજબ હાલની સરકાર પેન્શન ભોક્તા અને વરિષ્ઠ નાગરિકોને લઈને ખુબ જ સંવેદનશીલ છે એટલા માટે જ સીસીએસ 1972 હેઠળ એટલે કે પેન્શન નિયમ હેઠળ પેન્શન આપવામાં થતા વિલંબથી બચવા માટેના કારણે આ નિયમોમાં છૂટછાટ આપવામાં આવી શકે છે.
તેનો ફાયદો એ હશે કે અસ્થાયી પેન્શન અને અસ્થાયી ગ્રેચ્યુઇટીની ચુકવણી નિયમિત રીતે વિલંબ વગર પીપીઓ બહાર પાડ્યા વિના શક્ય બનશે.
કર્મચારી મંત્રાલયે જીતેન્દ્ર સિંહના હવાલાથી એક નિવેદનમાં જણાવ્યું છે કે, “કોવિડ -19 મહામારી દરમિયાન નિવૃત્તિ લેતા કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિયમિત પેન્શન ચુકવણીનો હુકમ અને અન્ય ઔપચારિકતાઓ પરી થયા સુધી અસ્થાયી પેન્શનની રકમ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,સરકારી કર્મચારીઓ એ મુખ્યકાર્યલયમાં પેન્શનનું ફોર્મ જમા કરાવવું પડે છે તે સાથે જ શારિરીક રીતે સર્વિસ બુકની સાથે ક્લેમ ફોર્મ સંબધિત વેતન અને લેખા કાર્યાલયમાં જમા કરવું પડે છે,જ્યારે કેટલીક બાબતોમાં આ બન્ને કાર્યાલયો જુદા જુદા શહેરોમાં સ્થિત હોય છે.
સાહીન-