- એસ.ટી.નિગમ દ્વારા દૈનિક મુસાફરી કરતા મુસાફરો માટે પાસ ઇશ્યુનું કામ શરૂ કરાયું
- રોજિંદા મુસાફરોને રાહત દરે માસિક પાસ આપવાનું શરૂ
- GSRTCની વેબસાઇટ પરથી ઑનલાઇન પાસ પણ મેળવી શકાશે
જે લોકો એસસી બસોમાં નિયમિત અપડાઉન કરતા હોય છે તેમના માટે એસ.ટી.નિગમ મુસાફરી પાસની સેવા પૂરી પાડે છે, જો કે લોકડાઉનમાં બસ સેવા સ્થગિત કરવામાં આવી હોવાથી ગત માર્ચ માસથી મુસાફરી પાસ ઇશ્યુ કરવાનું બંધ કરવામાં આવ્યું હતું જો કે હવે અનલોક બાદ એસટી સેવા પૂર્વવત થતા મુસાફરો માટે મુસાફરી પાસ ઇશ્યુ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એસ.ટી નિગમ દ્વારા ગત 21 જુલાઇથી જે તે બસ મથકના કાઉન્ટરો પરથી મુસાફરી પાસ ઇશ્યું કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
રોજિંદા મુસાફરો માટે રાહત દર માસિક પાસ આપવાનું શરૂ કરાયું છે. મુસાફરો કાઉન્ટરો પરથી અથવા તો જીએસઆરટીસીની વેબસાઇટ પારથી ઓનલાઇન પાસ પણ મેળવી શકશે.
કોવિડ-19ને લગતી સરકારી માર્ગદર્શિકાના પાલન સાથે કાઉન્ટર પરથી મુસાફરો માટે પાસ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત મુસાફરોમાં સંક્રમણ ના ફેલાય તે માટે માસ્ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજીયાતપણે અમલી બનાવાયું છે.
(સંકેત)