પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બે દિવસ સુધી તમિલનાડુના મહાબલીપુરમમાં અનૌપચારીક વાતચીત કરી હતી,આ સમય દરમિયાન આ મહિલા બન્ને નેતાઓ સાથે પડછાયો બનીને ઊભી રહી છે,કોણ છે મહિલા ચાલો જાણીએ,
પીએમ મોદી અને શી જિનપિંગે બે દિવસ સુધી બન્ને દેશો વચ્ચેના સંબધો વિશે અનૌપચારીક વાતચીત કરી હતી,હિન્દી ભાષા બોલવામાં સહજ અનુભૂતિ કરનારા પ્રધાન મંત્રી મોદીએ ચીનના રાષ્ટ્રપતિ સાથે કેટલીક વાર વાતો કરી,મોદી અને જિનપિંગ વચ્ચે ભાષાની દિવાલને ભારતની મહિલા આઈએફએસ અધિકારીએ ગણતરીની પળોમાં હલ કરી દીધી.આઈએફએસ પ્રિયંકા સોહાની બે દિવસ સુધી પીએમ મોદીનો અવાજ બની રહી,તેમની વાતોનું અનુવાદ કર્યું.
ભારતના મહાબલીપુરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે બે દિવસ સુધી બન્ને દેશ વચ્ચેના સંબધો વિશે અનૌપચારીક વાતો કરી હતી,આ મુલાકાત દરમિયાન હિન્દી ભાષા બોલવામાં સરળ અનુભતી કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદારીન બોલનારા ચીનના રાષ્ટ્રપતિએ કેટલીક વાર એકલામાં વાત કરી હતી,પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચેની ભાષાની આ દિવાલને ભારતની મહિલા આઈએફએસ અધિકારીએ ગણતરીની પળોમાં હલ કરનારી આ મહિલાનું આઈએફએસ અધિકારીનું નામ છે પ્રિયંકા સોહાની
આઈએફએસ પ્રિયંકા સોહાની બે દિવસ સુધી પીએમ મોદી સાથે પડછાયાની જેમ રહી હતી,તેમણે પીએમ મોદીને રાષ્ટ્રપતિ જિનપિંગ દ્રારા બોલવામાં આવેલી મંદારિનમાં કહેવામાં આવેલી વાતોનો હિન્દીમાં અનુવાદ કર્યો,તેજ રીતે પીમ મોદીએ કહેલી હિન્દીની વાતનો મંદારિનમાં જિનપિંગ માટે અનુવાદ કર્યો, રાષ્ટ્રપતિ જિનપિંગે કેટલીક વાર પ્રધાનમંત્રી મોદી સાથે ભારતીય સંસ્કૃતિ અને પ્રતીકો વિશે જાણકારી માંગી હતી,આ સમય દરમિયાન સોહાનીએ રાષ્ટ્રપતિ જિનપિંગને આ સમજવામાં મદદ કરી હતી.
વર્ષ 2012ની બેચમાં આઈએફએસ અધિકારી છે પ્રિયંકા
પ્રિયંકા સોહોની પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થયેલી વાતચીતમાં હાજર રહીને મહત્વની ભુમિકા ભજવી હતી,વર્ષ 2012ની બેચની આઈએફએસ અધિકારી પ્રિયંકા વિદેશ મંત્રાલયના બેસ્ટ ટ્રેની ઓફીસરનો ગોલ્ડ મેડલ જીતી ચુકી છે, તેમના શાનદાર પ્રદર્શનને જોતા તાત્કાલિક વિદેશ સચિવ સુજાતા સિંહએ ‘બિમલ સાન્યાલ પુરસ્કાર’થી સમ્માનિત કર્યા હતા.
વર્ષ 2016મા ચીનમાં ભારતીય દુતાવાસમાં તૈનાત હતી પ્રિયંકા
પ્રિયંકા વર્ષ 2016મા ચીનમાં ભારતીય દુતાવાસમાં તૈનાત છે,તેમનું માનવું છે કે,વિદેશ નીતિનો સમય ખુબજ જલ્દી બદલાય રહ્યો છે, આમાં અધિકારીઓએ પગલું ભરવાની જરૂર છે. તેણે યુપીએસસીની પરીક્ષામાં 26મો ક્રમ મેળવ્યો હતો. મહારાષ્ટ્રથી યુપીએસસીમાં સફળ થનારા લોકોમાં તે ત્રીજી વ્યક્તિ છે.