પ્રદેશ અધ્યક્ષ કુમારી શૈલજાએ એક સંકલ્પ પત્ર રજુ કરતા કહ્યું કે,સત્તામાં આવ્યા બાદ અમારા દ્રારા કરવામાં આવેલા દરેક વાયદાઓને અમે પુરા કરીશું,તેમણે કહ્યું કે,આ ઘોષણા પત્રમાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
કોંગ્રેસે હરિયાણા વિઘાનસભા ચૂંટણી વર્ષ 2019 માટે પોતાનો ઘોષણા પત્ર બહાર પાડ્યો છે,શુક્રવારના રોજ હરિયાણા કોંગ્રેસના પ્રભારી ગુલામ નબી આઝાદ અને પ્રદેશ કોંગ્રેસની અધ્યક્ષ કુમારી શૈલજાની હાજરીમાં પાર્ટીએ ઘોષણા પત્ર રજુ કર્યો છે,આ સમય દરમિયાન મૈનિફેસ્ટો કમેટીની ચેરપર્સન કિરણ ચૌધરી,પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન બંસલ પણ હાજર રહ્યા હતા.
ઘોષણા પ6 રજુ કર્યા પછી શૈલજાએ કહ્યું કે,કોંગ્રેસે પોતાના સંકલ્પ પત્ર તૈયાર કર્યો છે,તેણે વધુંમાં કહ્યું કે ,સમય ઓછો હતો છતા મહેનત કરીને ઘોષણા પત્ર તૈયાર કર્યો છે,કોંગ્રેસના નેતાઓ એ ઘોષણા પત્રનું વિમાચન કર્યું.
કુમારી શૈલજાએ પોતાની વાતને આગળ વધારતા જણાવ્યું કે,સત્તામાં આવ્યા પછી મે કરેલા દરેક વાયદાઓ પુરા કરીશું,રાજગાર વધારવા પર ધ્યાન આપીશું,આ ઘોષણા પત્રમાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે,તે સાથે જ ખટ્ટર સરકાર પર નિસાન સાધતા કહ્યું કે,હાલની સરકાર પબ્લિસિટીમાં હીરો ને કામમાં જીરો છે,ત્યારે કોંગ્રેસ સરકાર કામ કરવામાં હીરો અને પબ્લિસિટીમાં જીરો છે.
હરિયાણાના ખટ્ટર સરકાર પર આરોપ લગાવતા કુમારી શૈલજાએ કહ્યું કે,બીજેપીના રાજમાં 36 ટાકા અપરાધ વધ્યો છે, તે સાથે ક્હયું કે,બીજેપીની સત્તામાં ઘોટાળા જ ઘાટાળા છે,હરિયાણાના ખેડૂતો બીજેપીની સત્તામાં ત્રાસી ગયા છે,રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે,તે સાથે જ તેમણે કહ્યું કે મજુર અને મહિલાઓ મારી સરકાર બનાવશે.
- કોંગ્રેસે રજુ કરેલા સંકલ્પ પત્રની ખાસ વાતો નીચે મુજબ છે.
- દરેક જીલ્લામાં એક યૂનિવર્સિટી ને એક મેડિકલ કૉલેજ બનશે
- મૉબ લિન્ચિંગની ઘટનાઓને રોકવા માટે કડક કાયદાઓ બનાવવામાં આવશે
- 10મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યારથીઓને 12 હજાર અને 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 15 હજાર રુપિયા વર્ષમાં સેટાઈપેન્ડ મળશે
- દરેક સરકારી સંસ્થામાં મફતમાં વાઈફાઈ ઝોન બનાવાશે
- પ્રોફેસરોની ભરતી માટે ખાસ અભિયાન ચલાવવામાં આવશે
- 300 યૂનિટ દર મહિને વિજળી મફત આપવામાં આવશે
- સરકારી નોકરીમાં મહિલાઓને 33 ટકા અનામત અપાશે
- હરિયાણા રોડવેઝમાં મહિલાઓને મફત યાત્રા
- ગર્ભવતી મહિલાઓને બાળકના જન્મ પર 3500 રુપિયા દર મહિને અપાશે
- બાળક 5 વર્ષનું થશે ત્યા સુધી દર મહિને 5 હજાર રુપિયા અપવામાં આવશે
- પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓને 50 ટકા અનામત મળશે
- નગર પાલિકા નગર નિગમ અને નગર પરિષદોમાં મહિલાઓને 50 ટકા અનામત
- વિધવા મહિલાઓ,વિકલાંગ,તલાકશુદા,વિવાહીત મહિલાઓને 5100 દર મહિને પેન્શન આપવામાં આવશે
- બીપીએલ ઘારક મહિલાઓને 2 હજાર રુપિયા ચુલા ખર્ચ માટે આપવામાં આવશે
- અનુસૂચિત જાતિ માટે એસસી કમિશનનું પુનર્ગઠન કરવામાં આવશે
- પછાત જાતિઓ માટે ક્રીમી લેયરને 6 લાખથી વધારીને 8 લાખ કરવામાં આવશે
- 21 ઓક્ટોબરે મતદાન કરવામાં આવશે,24 ઓક્ટોબરે મતદાન ગણતરી થશે
ઉલ્લેખનીય છે કે,હરિયાણાની 90 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 21 ક્ટોબરના રોજ મતદાર કરવામાં આવશે,આજ દિવસે મહારાષ્ટ્રની 288 સીટો માટે પણ વિધાનસભાનું મતદાન યોજાશે ને ત્રણ દિવસ પછી ટલે 24 ઓક્ટોબરના રોજ બન્ને રાજ્યમાં મતગણતરી કરવામાં આવશે.