જમ્મુ-કાશ્મીર પર ક્યાં 58 દેશ આપી રહ્યા છે ટેકો? સવાલ પર મગજ પરથી નિયંત્રણ ગુમાવી બેઠા પાકિસ્તાની વિદેશ પ્રધાન
જમ્મુ-કાશ્મીર પર 58 દેશોના ટેકાના દાવા પર પડકાર
પાકિસ્તાનના દાવાને પડકારતા શાહ મોહમ્મદ કુરૈશી ખિજાયા
શાહ મોહમ્મદ કુરૈશી છે પાકિસ્તાનના વિદેશ પ્રધાન
નવી દિલ્હી : પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરૈશી પોતાના મગજ પરથી નિયંત્રણ ગુમાવી બેઠા, જ્યારે તેમને એ 58 દેશોના નામ પુછવામાં આવ્યા કે જે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે. હકીકતમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો દાવો હતો કે જમ્મુ-કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકાર સમિતિમાં તેમને 58 દેશોનું સમર્થન મળેલું છે. આ મુદ્દા પર પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ એક્સપ્રેસ ન્યૂઝના શૉમાં વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરૈશી સતત ઈમરાન ખાનના આ નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
આના પર જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો તો તેઓ નારાજ થઈ ગયા અને વળતો સવાલ કર્યો કે તમે કોના એજન્ડા પર કામ કરી રહ્યા છો? શું તમે મને જણાવશો કે ખુદ નક્કી કરશો કે ક્યો દેશ પાકિસ્તાનનું યુએનમાં સમર્થન કરી રહ્યો છે. તમે જે ચાહે લખી શકો છો.
તેના પછી જ્યારે તેમને ઈમરાનખાનના નિવેદન સંદર્ભે સવાલ કરવામાં આવ્યો, તો તેમણે કહ્યુ કે નહીં નહીં, તમે મને તે ટ્વિટ દેખાડો જે અમે લખ્યું છે, ન કે વડાપ્રધાન ઈમરાન ખાને જે લખ્યું છે. તમે મારું ટ્વિટ કહ્યું છે.. તમે મને જણાવો.
અને જ્યારે એન્કર તરફથી તેમને ટ્વિટ દર્શાવવામાં આવ્યું, તો તેમણે કહ્યુ આમા કંઈપણ ખોટું લખ્યું નથી. તેમણે કહ્યુ કે હું આજે પણ મારા નિવેદન પર અડગ છું. તેમા આશ્ચર્યની શું વાત છે, તમે કોનો એજન્ડા ચલાવી રહ્યા છો?