મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ટિકિટને લઈને ભડકો, સંજય નિરુપમે કહ્યુ- કૉંગ્રેસ માટે નહીં કરું પ્રચાર
- મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી મામલે અસંતોષ
- સંજય નિરુપમને ટિકિટ નહીં ફાળવતા બળવાખોર તેવર
- કોંગ્રેસ માટે નહીં કરું પ્રચાર: સંજય નિરુપમ
મહારાષ્ટ્ર કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીને લઈને બળવાની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. મુંબઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સંજય નિરુપમે ટિકિટ નહીં મળવા પર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરવાનો ઈન્કાર કર્યો છે. તેમણે વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસને ટિકિટ નહીં મળવા પર બળવાખોર તેવર દર્શાવતું ટ્વિટ પણ કર્યું છે.
તેમણે ટ્વિટ કર્યું છે કે એવું લાગે છે કે હવે કોંગ્રેસ પાર્ટી મારી સેવા ઈચ્છતી નથી. હું વિધાનસભા ચૂંટણી માટે મુંબઈમાં માત્ર એક બેઠક માંગી હતી, તો પણ આપવામાં આવી નહીં. જો કે મે કોંગ્રેસ હાઈકમાન્ડને પહેલા જ જણાવી દેવામાં આવ્યું હતું કે આવી સ્થિતિમાં હું કોંગ્રેસ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરીશ નહીં. આ મારો આખરી નિર્ણય છે.
મુંબઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સંજય નિરુપમે કહ્યુ છે કે મને આશા છે કે કોંગ્રેસ પાર્ટીને ગુડબાય કહેવાનો દિવસ હજી આવ્યો નથી. જો કે કોંગ્રેસ હાઈકમાન્ડ મારી સાથે જે પ્રકારનો વ્યવહાર કરી રહ્યું છે, તેનાથી લાગતું નથી કે કોંગ્રેસમાં વધારે દિવસ સુધી રહીશ.