રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીની 150મી જયંતીના પ્રસંગે દેશની વાયુસેનાએ પણ સ્વચ્છ ભારત અભિયાનામાં પોતાનું યોગદાન આપ્યું હતું,એરફોર્સ સ્ટેશન અર્જન સિંહ પર બુધવાર,2જી ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. એર કમાન્ડર ડી વેદાજનાએ આ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું હતું અને વિંગ કમાન્ડર ગજાનંદ યાદવને આ અભિયાનનો ધ્વજ આપવામાં આવ્યો હતો. આ પછી, કમાન્ડર ગજાનંદ યાદવે આ ધ્વજને જમીનથી 15,000 ફુટ ઉપર આકાશમાં લહેરાવ્યો હતો.
રાષ્ટ્રપતિની 145મી જયંતી પર 2જી ઓક્ટોબર 2014ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની શરુઆત કરી હતી,અને આ અભિયાન માટે સમાપન તિથિ 2જી ઓક્ટોબર 2019 પણ નક્કી કરવામાં આવી હતી,આ વર્ષે અભિયાનને પાંચ વર્ષ પુરા થયા છે,પ્રધાનમંત્રી મોદીના આ અભિયાનને કામયાબી મળી હતી,આ અભિયાન હેઠળ ખુલ્લામાં શૌચ પર નિયંત્રણ લાવવામાં આવ્યું હતું.
ભારતની એક માત્ર ફાઈવ સ્ટાર મિલેટ્રી ઓફિસર અર્જન સિંહના સમ્માનમાં પશ્વિમ બંગાળ સ્થિત પાનાગઢ એરબેઝનું નામ એરફોર્સ અર્જન સિંહ કરવામાં આવ્યું,એરફોર્સ માર્શલ અર્જન સિંહના 97મા જન્મ દિવસ પર આ પહેલ કરવામાં આવી હતી,તેનું એલાન એર સ્ટાફના ચીફ અરુપ રાહાએ કર્યું હતું.આ એરબેઝ ઈસ્ટર્ન કમાન્ડના નિયંત્રણમાં આવે છે,ઈસ્ટન એર કમાન્ડ ચીફ એર માર્શલ સી હરિશકુમારે એરબેઝ સ્ટેશનના નવા નામનું અનાવરણ કર્યું.
પાકિસ્તાનના સાથે વર્ષ 1965 ને 1971ની જંગમાં તેમની મુખ્ય ભૂમિકા રહી છે, 1971માં જંગ દરમિયાન આ ફરીથી સક્રીય થયું અને સુખી 7 મિગ 21 વિમાનો જેવા બે ફઆઈટર સ્ક્વાડ્રને હોસ્ટ કર્યુ હતું.