1. Home
  2. revoinews
  3. અર્થશાસ્ત્રીઓને ડરાવવાના સ્થાને કડવી સચ્ચાઈ સાંભળવાની આદત રાખે પીએમ: ડૉ. સુબ્રમણ્યમ સ્વામી
અર્થશાસ્ત્રીઓને ડરાવવાના સ્થાને કડવી સચ્ચાઈ સાંભળવાની આદત રાખે પીએમ:  ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

અર્થશાસ્ત્રીઓને ડરાવવાના સ્થાને કડવી સચ્ચાઈ સાંભળવાની આદત રાખે પીએમ: ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

0
Social Share
  • પીએમ મોદી કડવી સચ્ચાઈ સાંભળવાની ધીરજ પોતાની અંદર લાવે: ડૉ. સ્વામી
  • પીએમ મોદી અર્થશાસ્ત્રીઓને ડરાવે નહીં : ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી : ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૂચન આપ્યું છે કે તેઓ કડવી સચ્ચાઈ સાંભળવાની ધીરજ પોતાની અંદર લાવે. તેમણે કહ્યુ છે કે વડાપ્રધાનને નાખુશ કરનારી સચ્ચાઈને સાંભળવાની આદત નાખવી જોઈએ, જેથી પોતાની સરકારના અર્થશાસ્ત્રીઓને ડરાવવા જોઈએ નહીં. જો વડાપ્રધાન દેશની અર્થવ્યવસ્થાને સંકટની બહાર લાવવા ચાહે છે, તો તેમણે આવા સત્યને સાંભળવાની ધીરજ રાખવી જોઈએ, કે જે તેમને ખુશ કરનારું હોય નહીં.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે જે પ્રકારે મોદી સરકાર ચાલી રહી છે, તેવી પરિસ્થિતિમાં મુશ્કેલીથી જ કોઈ સરકાર વિરુદ્ધ વાત કરી શકે છે. પીએમએ આવા લોકોને પ્રોત્સાહીત કરવા જોઈએ, જેથી કહી શકાય કે નહીં આવી રીતે આ કામ થઈ શકે નહીં. પરંતુ મને લાગે છે કે વડાપ્રધાનની અંદર હજી સુધી આવી પ્રવૃત્તિ આવી શકી નથી. સુબ્રમણ્યમ સ્વામીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે મોદી સરકારનો વિકાસ દર ગત છ વર્ષોમાં સૌથી નીચલા સ્તર પર ચાલ્યો ગયો છે. સરકાર દરેક શક્ય કોશિશ કરી રહી છે કે તે આ સંકટની બહાર નીકળી શકે.

સરકાર તરફથી દેશની અર્થવ્યવસ્થાને સંકટની બહાર લાવવા માટે ઘણી બિનપરંપરાગત રીતો અપનાવવામાં આવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છેકે જે પ્રકારે આરબીઆઈ અને નાણાં મંત્રાલય કામ કરી રહ્યા છે, તે સાચું નથી અને આ લોકોએ સંકટનો સામનો કરવાની યોગ્ય રીતે તૈયારી કરી નથી. જે પ્રકારે ઉતાવળમાં જીએસટી લાવવામાં આવ્યો, તે હાલના સંકટ માટે જવાબદાર છે. સ્વામીએ કહ્યુ છેકે સારા વિકાસ દર માટે કઈ નીતિઓની જરૂરત હોય છે, સરકાર તેને સમજી શકી નથી.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે આજના સમયમાં આપણને અર્થવ્યવસ્થા માટે એવી નીતિ જોઈએ જે નાના કાર્યકાળ માટે હોય, મધ્યકાળ માટે હોય અને લાંબા સમયગાળા માટે અલગ-અલગ હોય. પરંતુ એવું થઈ રહ્યું નથી. મને ડર છે કે સરકારે જે અર્થશાસ્ત્રીઓને પસંદ કર્યા છે, તે વડાપ્રધાન સાથે સાચું બોલવાથી ડરે છે. જ્યારે વડાપ્રધાન ખુદ માત્ર માઈક્રો પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહ્યા છે. સ્વામીએ આ નિવેદન એક પુસ્તકના વિમોચન વખતે આપ્યું છે. તેમણે કહ્યુ છે કે પીએમ મોદી માઈક્રો ઈકોનોમિક મુદ્દાઓ જેવા ઉજ્જવલા સ્કીમ પર ધ્યાન આપી રહ્યા છે, જ્યારે અર્થવ્યવસ્થામાં મહત્વની વાત થાય છે કે તેને બૃહદ સ્તર પર જોવામાં આવે.

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સંદર્ભે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે તેઓ વડાપ્રધાન તરીકે મોટા સુધારા કરી શક્યા નથી, જે પ્રકારે તેમણે નાણાં પ્રધાન તરીકે કર્યું હતું, તેનું મોટું કારણ હતું કે તે સમયમાં પી. વી. નરસિમ્હારાવ વડાપ્રધાન હતા. નરસિમ્હારાવને 95 ટકા ક્રેડિટ 1991માં આર્થિક સુધારા બદલ મળવી જોઈએ. સ્વામીએ કહ્યુ છે કે પી. વી. નરસિમ્હારાવને આગામી પ્રજાસત્તાક દિવસે ભારતરત્નથી સમ્માનિત કરવા જોઈએ. પી. ચિદમ્બરમના મુદ્દા પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે હું તેમને નાણાં પ્રધાન તરીકે જાણતો નથી. તે હાર્વર્ડ બિઝનસ સ્કૂલમાં નિષ્ફળ થઈ ગયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code