1. Home
  2. revoinews
  3. જો કાશ્મીરને કોઈએ ડિસ્ટર્બ કર્યું, તો સામનો કરવા માટે આપણા જવાનો તેનાત છે: અમિત શાહ
જો કાશ્મીરને કોઈએ ડિસ્ટર્બ કર્યું, તો સામનો કરવા માટે આપણા જવાનો તેનાત છે: અમિત શાહ

જો કાશ્મીરને કોઈએ ડિસ્ટર્બ કર્યું, તો સામનો કરવા માટે આપણા જવાનો તેનાત છે: અમિત શાહ

0
Social Share
  • આરએએફના સ્થાપના દિવસમાં સામેલ થયા ગૃહ પ્રધાન અમિત શાહ
  • કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરમાંથી અસરહીન કલમ-370 પર કરી વાત
  • 70 વર્ષમાં જે થયું નથી, તે મોદી સરકારે કર્યું છે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ગુજરાતના અમદાવાદ ખાતે રેપિડ એક્શન ફોર્સના 27મા સ્થાપના દિવસમાં ભાગ લીધો હતો. અમિત શાહે સમારંભમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમને સંબોધિત કરતા અમિત શાહે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370ને અસરહીન કરવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે જે જવાનો પોતાના જીવ જોખમમાં નાખીને શહીદ થયા છે, તેમના માટે સરકાર કામ કરી રહી છે.

અમિત શાહે કહ્યુ છે કે 50 હજાર જવાનોનું સાચું સમ્માન અમારી સરકારે કર્યું છે, વડ઼ાપ્રધાન મોદીએ અનુચ્છેદ-370ને હટાવીને તમામનું સમ્માન કર્યું છે. જેથી કાશ્મીરમાં આપણા જવાનોને શહીદ થવાનો વારો આવે નહીં, 70 વર્ષમાં કોઈએ આવું વિચાર્યું પણ ન હતું.

કાર્યક્રમમાં અમિત શાહે કહ્યુ હતુ કે અમારી પાર્ટીને ફરીથી સત્તામાં આવવાની તક મળી, તો સૌથી પહેલા અમે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવાનું કામ કર્યું. અમિત શાહે કહ્યુ કે હવે કોઈપણ જો કાશ્મીરને ડિસ્ટર્બ કરશે, તો આપણા જવાનો સામનો કરવા માટે તેનાત છે.

આરએએફ સંદર્ભે અમિત શાહે કહ્યુ છે કે જો દેશમાં ક્યાંય પણ હુલ્લડ જેવી સ્થિતિ થાય છે, તો આરએએફનું નામ જ પુરતું છે. જવાનોએ દેશમાં દરેક સ્થિતિમાં કામ કર્યું છે અને લોકોની સેવા કરી છે.

મહત્વપૂર્ણ છે કે અમિત શાહ સતત અનુચ્છેદ – 370 પર ટીપ્પણી કરી રહ્યા છે અને દરેક વખતે તેમની નીતિ આક્રમક જ રહી છે. આ પહેલા રવિવારે પણ એક કાર્યક્રમમાં તેમણે જમ્મુ-કાશ્મીરના મામલા પર વાચ કરી હતી અને કહ્યુ હતુ કે હવે સમય આવી ગયો છે કે દેશનો નવો ઈતિહાસ લખવામાં આવશે. જે હજી સુધી જણાવવામાં આવ્યો નથી. તે આજની પેઢીને જણાવવાનો સમય આવી ગયો છે.

અમિત શાહે ત્યારે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર પણ નિશાન સાધ્યું હતું અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના જવા મામલે તેમને જવાબદાર ઠેરવ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન પ્રમાણે, જો પહેલા યુદ્ધ દરમિયાન યુદ્ધવિરામ થયો હોત નહીં, તો પીઓકે ભારતની પાસે જ રહેત, કારણ કે આપણી સેના ત્યાં પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડી ચુકી હતી.

મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાનો નિર્ણય કર્યો હતો. તેની સાથે જ સરકારે જમ્મુ-કાશ્મીર અને લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું પણ એલાન કર્યું હતું. 31 ઓક્ટોબરથી જમ્મુ-કાશ્મીર અલગ અને લડાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code