- અમિતાભ બચ્ચને આપી લતાજીને બર્થડેની શુભકામના
- લખ્યું – મારા કેટલાક શબ્દો,કેટલીક ભાવનો
- ઘણા સંબધો એવા હોય છે કે,જેનો કોઈ હિસાબ હોતો નથી
- આવા સંબધોમાં આદર,સમ્માન,અનહદ પ્રેમ ને શ્રધ્ધા હોય છે
- સંબધોનું કોઈ આકાર સ્વરુપ નથી હોતું
આજે બૉવિવૂડના લોકપ્રિય મશહુર સિંગર લતામંગેશકર પોતાના 90મો બર્થ-ડે મનાવી રહ્યા છે,પોતાના મધુર અવાજથી છેલ્લા 6 દાયકાઓથી સંગીતના ખજાનામાં સતત એક હીરા રુપી ગીતનો ઉમેરો કરે છે,લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બરના રોજ 1929માં મધ્ય પ્રેદશના ભોપાલમાં થયો હતો,આજે તેમના બર્થ-ડેના દિવસે તેમના ઘણા ચાહકો તથા બૉલિવૂડડના અનેક સિતારાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે,તે સાથે બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા અને શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચને પણ લતાજીને જન્મ દિવસની બધાઈ આપી છે,તેમના માટે બિગ-બીએ એક સ્પેશિયલ વીડિયો પોસ્ટ કર્યો છે.
અમિતાભ બચ્ચને વીડિયો પોસ્ટ કરતા તેના કેપ્શનમાં લખ્યું છે કે, “લતા મંગેશકરજીની 90મી વર્ષગાઠ પર,મારા કેટલાક શબ્દો,કેટલીક ભાવનાઓ,,,,,આદર સહિત ” આ વીડિયોની શરુઆત અમિતાભ બચ્ચન તેમના ચરણ સ્પર્શ કરીને કરે છે, “લતાજી જીવનમાં ઘણા સંબધો એવા હોય છે કે,જેનો કોઈ હિસાબ હોતો નથી,ન આપવા વાળા જાણે છે કે શું આપ્યું, ન લેવા વાળા જાણે છે કે શું લીધું,જેમાં કોઈ તોલમાપ હોતો નથી,આવા સંબધોમાં આદર,સમ્માન,અનહદ પ્રેમ અને શ્રધ્ધા હોય છે, સંબધોની કોઈ પરીભાષા નથી હોતી,આ સંબધોનું કોઈ આકાર સ્વરુપ નથી હોતું,આવા સંબંધો પોતાની વ્યાખ્યા પોતે જ બને છે,તેવા જ એક સંબંધનું નામ છે લતા દિનાનાથ મંગેશકર”
આ સાથે તેમણે લતાજીને ખુબ શુભેચ્છાઓ આપી હતી,અને મરાઠીમાં પણ શુભેચ્છા આપી હતી, વીડિયોમાં તેમણે ઘણું બધુ કહ્યું છે,તેમણે કહ્યું કે,તેઓ બધીજ વાત મરાઠીમાં કહેવા માંગતા હતા પરંતુ તેમની મરાઠી એટલી સારી નથી,તેથી વિશેષ એમ પણ કહ્યું કે, તે પોતાની ભાવનાઓને શબ્દોમાં રજુ નથી કરી શકતા.
લતા મંગેશકર એક મહાન ગાયક છે જેમણે અત્યાર સુધી 36થી વધુ ભાષાઓના ગીતો માટે પોતાનો અવાજ આપ્યો છે. લતાજીએ અંદાજે 50 હજાર ગીતો ગાયા છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એક અહેવાલ મુજબ, લતાજીએ 1948 થી 1987 ની વચ્ચે ઓછામાં ઓછા 30,000 ગીતો રેકોર્ડ કર્યા છે. લતાજીએ માત્ર એક સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલના નિર્દેશન હેઠળ જ 700 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે.