- જમ્મુ-કાશ્મીરમાં ત્રણ જગ્યાઓ પર આતંકી હુમલા
- સુરક્ષાદળોએ આતંકીઓને આપ્યો મૂહતોડ જવાબ
- આતંકીઓએ 6 લોકોને બંધક બનાવ્યા
- સેનાના જવાનોએ 6 આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરમાં જબરદસ્ત નાકાબંધી વચ્ચે હવે આતંકીઓ બોખલાય ચૂક્યા છે,આતંકીઓ હવે કાયર હરકતો કરવાનું શરુ કરતા લોકોને બંધક બનાવ્યા હતા,જમ્મુ-કાશ્મીરના હાઈવે પર રામબનના બટોત વિસ્તારમાં આંતકીઓએ 6 લોકોને બંધક બનાવ્યા હતા,બીજી તરફ ગાંદરબલમાં પણ સેના અને આતંકીઓ વચ્ચે મૂઠભેદ સર્જાય હતી જેમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
જો કે આ 6 બંધકોમાંથી 5ને છોડાવવામાં આવ્યા છે,જેમાં ગાંદરબલમાં મૂઠભેદ થતા 3 આતંકીઓને ઠાર માર્યા છે,શ્રીનગરના ડાઉનટાઉનમાં સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો પણ કરવામાં આવ્યો હતો.આતંકી સાજીશને જોતા સુરક્ષાદળોએ સુરક્ષામાં વધારો કર્યો છે,સાથે શ્રીનગર સિવાયના કેટલાક વિસ્તારોમાં પાંબધી લગાવવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં બટોત વિસ્તારમાં આતંકવાદીઓ એક ઘરમાં ઘુસી ગયા હતો,અને ત્યા લોકોને બંધક બનાવ્યા હતા,આહિયા આવેલા 3 આતંકવાદીઓએ શરુઆતમાં સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો,જો કે બાદમાં સુરક્ષાદળોએ તેમનો પીછો કર્યો હતો.અને તેમના વળતા જવાબમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓને નિશાના પર લઈને ગોળીબાર કર્યો હતો અને બંધકોને છોડાવ્યા હતા.
આતંકીઓ બટોતના જે ધરમાં ઘુસ્યા છે તેમના પાડોશીએ કહ્યું કે,બંદુકા સાથે કુલ ત્રણ લોકો અમારા બાજુના ઘરમાં ઘુસ્યા હતા,તેમના પરિવારના બાકીના લોકો બહાર ગયા હતા,પરંતુ તેમના પિતા અંદર ઘરમા બંધક છે,ત્યારે રામબન વિસ્તારમાં પણ આતંકીઓનું ફાયરીંગ સતત ચાલું છે.જો કે સુરક્ષાદળે રામબન વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધો છે,ને સ્થાનિક લોકોને ઘરમાં જ રહેવા જણાવ્યું છે,સુરક્ષાદળોએ જમ્મુ ને રામબન તરફથી આવતા લોકોને પણ અટકાવ્યા છે