- સંઘનો ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન પર ઉઠતા સવાલોનો જવાબ આપશે પુસ્તક
- એબીવીપીના સંગઠન મંત્રી સુનીલ આંબેકરે લખ્યું છે પુસ્તક
- સંઘ પ્રમુખ મોહન ભાગવત 1 ઓક્ટોબરે નવી દિલ્હીમાં કરશે વિમોચન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિંદુ રાષ્ટ્રની પરિકલ્પનામાં મુસ્લિમોનું સ્થાન શું છે? સંઘ કેવી રીતે કામે કરે છે, તેની કાર્યપદ્ધતિ શું છે, દેશના ઈતિહાસના પુનર્લેખનને લઈને સંઘની શું યોજના છે, સંઘની બેઠકોમાં કેવી રીતે નિર્ણય લેવામાં આવે છે, 21મી સદીમાં ઉભરીને સામે આવી રહેલા નવા જ્વલંત સામાજીક મુદ્દાઓ પર સંઘનો વિચાર શું છે, સંઘ પુરાતન વિરુદ્ધ આધુનિક વિચારોની ચર્ચામાં ક્યાં ઉભું છે, ભવિષ્યમાં સંઘની શું યોજનાઓ છે?
આ એ સવાલ છે, જે સંઘને મોટાભાગે પાછળ કરે છે, સમય-સમય પર ઉઠતા આ સવાલોના જવાબ આપવા માટે હવે પુસ્તક આવી રહ્યું છે. તેને લખ્યું છે, વરિષ્ઠ પ્રચારક સુનીલ આંબેકરે. ગત 15 વર્ષોથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રીનું દાયિત્વ નિભાવી રહેલા સુનીલ આંબેકરે લખેલું આ પહેલું એવું પુસ્તક છે કે જે સત્તાવાર અને પ્રામાણિકપણે એકસાથે આરએસએસનો ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન જણાવશે. તેમા રામમંદિર, સમાન નાગરીક ધારો, હિંદુત્વ અને જાતિ-વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર પણ આંબેકરે સંઘના દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડયો છે.
આ પુસ્તકનું નામ આરએસએસ-રોડ મેપ ફોર ધ 21 સેન્ચુરી (RSS Roadmap For The 21st Century) છે. તેને સંઘના જ વરિષ્ઠ પ્રચારકે લખ્યું છે, તેવામાં આ પુસ્તકમાં કાલ્પનિક અથવા સાંભળવામાં આવેલી નહીં, પરંતુ સંઘ સાથે જોડાયેલા યથાર્થની વાતોને સ્થાન આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આમ તો અત્યાર સુધી ઘણાં પુસ્તકો લખાયા છે. પરંતુ હવે સત્તાવાર અને પ્રામાણિક તથ્યો સાથે એક પુસ્તક આવી રહ્યું છે. તેને સંઘમાં ત્રણ દશકથી વધારે સમય સુધી કામ કરનારા વરિષ્ઠ પ્રચારક સુનીલ આંબેકરે લખ્યું છે. આંબેકર ગત 15 વર્ષોથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી છે. પુસ્તકનું પહેલી ઓક્ટોબરે નવી દિલ્હીમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત વિમોચન કરશે. નવી દિલ્હીમાં આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે તેનું વિમોચન કરવામાં આવશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિંદુ રાષ્ટ્રની કલ્પનામાં મુસ્લિમોનું સ્થાન શું છે? સંઘ કેવી રીતે કામ કરે છે, તેની કાર્યપદ્ધતિ શું છે, દેશના ઈતિહાસના પુનર્લેખનને લઈને સંઘની શું યોજના છે, સંઘની બેઠકોમાં કેવી રીતે નિર્ણયો લેવામાં આવે છે, 21મી સદીમાં ઉભરીને સામે આવેલા નવા જ્વલંત મુદ્દાઓ પર સંઘનો વિચાર શું છે, સંઘ પુરાતન વિરુદ્ધ આધુનિક વિચારોની ચર્ચામાં ક્યાં છે, ભવિષ્યમાં સંઘની શું યોજનાઓ છે?
સંઘ પર વિરોધીઓ વખતોવખત ભ્રમણા ફેલાવતા રહે છે. દેશ અને દેશની બહારના કેટલાક નિશ્ચિત પરિપાટી ધરાવતા તત્વો આમ કરતા હોય છે. તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ ભાજપથી વધારે આરએસએસ પર નિશાન સાધ્યું હતું.
સંઘને લઈને આના પહેલા ઘણાં પુસ્તકો આવી ચુક્યા છે, તેમ છતાં તમામ સવાલ પીછો છોડી રહ્યા નથી. તેવામાં સંઘને પણ લાગે છે કે હવે વરિષ્ઠ પ્રચારકના સ્તર પરથી સત્તાવાર તથ્યો સાથે પુસ્તક જાહેર કરીને સંગઠનને લઈને ફેલાવવામાં આવેલી ગલતફેમીઓને જવાબ આપવો જોઈએ. જણાવવામાં આવે છેકે સંઘ એવું કંઈ વિચારતો નથી કે જેવું વિરોધીઓ જણાવે છે. સંઘના ભૂતપૂર્વ સરસંઘચાલક બાબાસાહેબ દેવરસ પણ પોતાના જમાનામાં અખબારો-મેગેઝીનો દ્વારા સંઘના વિચારને સત્તાવાર રીતે સમાજની સામે રજૂ કરતા હતા.
સુનીલ આંબેકર માને છે કે સંઘનું કામ હિંદુ સમાજને સંગઠિત કરવાનું અને સમાજની શક્તિને સામે લાવવાનું છે. સંઘની 90 વર્ષનીયાત્રામાં ઘણાં આયામ વિકસિત થયા છે. તેવામાં લોકો જાણવા ચાહે છે કે સંઘનું સ્વરૂપ શું છે અને તે કેવી રીતે કામ કરે છે.
21મી સદીના જે મુદ્દા આવી રહ્યા છે, તેના પર સંઘના શું વિચાર છે? આ દ્રષ્ટિથી આ પુસ્તક લખવામાં આવ્યું છે. સંઘનું કામ પહેલા શરૂ થયું, બાદમાં શાખા, બંધારણ અને સંરચના નક્કી થઈ. સુનીલ આંબેકરનું માનવું છે કે સંઘનો સમાજમાં રોલ સુગર જેવો છે. તે સમાજમાં મિશ્રિત થઈને કામ કરે છે.
સુનીલ આંબેકર આરએસએસના વરિષ્ઠ પ્રચારક છે. હાલ તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી છે. તે 2003થી આ પદ પર છે. જીવવિજ્ઞાનમાં અનુસ્નાતક સ્તરનો અભ્યાસ કરનારા આંબેકર બાળપણથી સંઘ સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ નાગપુરના વતની છે. વિદર્ભ ક્ષેત્રમાં સંઘના ક્ષેત્રીય સંગઠન મંત્રીથી શરૂ થયેલું દાયિત્વ હવે એબીવીપીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુધી પહોંચ્યા છે. આંબેકરની ગણતરી સંઘના ઊર્જાવાન સ્વયંસેવકોમાં થાય છે.
સુનીલ આંબેકર વખતોવખત આંતરરાષ્ટ્રીય આયોજનોમાં પણ સામેલ થાય છે. 2018માં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં તેઓ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય પર્યવેક્ષક બનીને ગયા હતા. તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના ઈન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ ચાઈના એસોસિએશન ફોર ઈન્ટરનેશનલ ફ્રેન્ડલી કોન્ટેક્ટના આમંત્રણ પર તેઓ ત્રણ સદસ્યોની ટુકડી સાથે ચીનની મુલાકાત પણ લઈ ચુક્યા છે.
શિક્ષણ સુધારાઓને લઈને લાંબા સમયથી મુહિમ ચલાવનારા કાર્યકર્તાની તેમની ઓળખ રહી છે. રાષ્ટ્રીય સંસ્થાઓના સ્ટૂડન્ટસ માટે સોચો ભારત નામના મંચથી જોડાઈને કામ કરી ચુક્યા છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ આંદોલન પણ ચલાવી ચુક્યા છે. યૂથ અગેન્સ્ટ કરપ્શન મુહિમના સલાહકાર સદસ્ય પણ રહી ચુક્યા છે.