સીએ વિદ્યાર્થીઓના પક્ષમાં રાહુલ ગાંઘી-કહ્યું,જવાબવાહીઓનું ફરી મૂલ્યાંકન કરવાની માંગને દરેક પક્ષ સમર્થન આપો
- સીએ પરિક્ષાર્થીઓના સપોર્ટમાં રાહુલ ગાંઘી
- દરેક પક્ષે ફરિ મુલ્યાંકન કરવાની વાતને સમર્થન આપવું જોઈએ
- 12 લાખ પરિક્ષાર્થીઓની માંગ
- સીએની ઉત્તરવાહી ફરીથી તપાસવામાં આવે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંઘીએ સીએની પરિક્ષાની જવાબવાહીઓની ફરીથી તપાસ કરવાની માંગ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓનું સમર્થન કરતા બુધવારના રોજ કહ્યું કે, વિદ્યાર્થીઓની માંગ વ્યાજબી છે,અને દરેક રાજનૈતિપ પક્ષોએ વાતને સમર્થન પવું જોઈએ
પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે,સમગ્ર ભારતમાં સીએના 12 લાખ વિદ્યાર્થીઓ આઈસીએઆઈ દ્વારા તેમની જવાબવાહીઓનું ફરીથી મુલ્યાંકન કરવાની માંગને લઈને લડત લડી રહ્યા છે,મોટાપાયે એવી માહિતી સામે આવી રહી છે કે,જવાબવાહીઓ તપાસવાના મામલે ભુલો થઈ છે અને વિદ્યાર્થીના ભવિષ્ય સાથે રમત રમાઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે,આ જોતા લાગી રહ્યું છે કે,વિદ્યાર્થીઓની માંગ ઉચ્ચીત છે જેના કારણે દરેક પક્ષોએ તેમના સમર્થનમાં આવવું જોઈએ.ઉલ્લેખનીય છે કે,સીએની લેવામાં આવેલી પરિક્ષામાં વિદ્યાર્થોની જવાબવાહોમાં કથિત રુપે થયેલી ભૂલોને લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ 23 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આવેલી ઈંસ્ટીટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટસ ઓફ ઈન્ડિયાના મુખ્યકાર્યાલયની સામે પ્રદર્શન કર્યું હતું.
કોમર્સના શિક્ષક દિનકર આચાર્ય અને સીએના વિદ્યાર્થી સંદિપ કુમારે જણાવ્યું કે, સાશિયલ મીડિયાના માધ્યમથી સીએના લાખો વિદ્યાર્થઈઓ કેમ્પેન ચાલીવ રહ્યા છે,તેમના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે,દરેક વિદ્યાર્થી તરફથી માંગ ઉઠવા પામી છે કે તેમની જવાબવાહીઓ ફરીથી તપાસવામાં આવે.