- હાઉડી મોદી બાદ ટ્રમ્પ સાથે ફરી એકવાર ભારતીય પીએમની મુલાકાત
- ન્યૂયોર્ક ખાતે મોદી-ટ્રમ્પની દ્વિપક્ષીય મુલાકાત યોજાશે
હ્યૂસ્ટન ખાતે હાઉડી મોદી કાર્યક્રમમાં એક મંચ પરથી ઈસ્લામિક આતંકવાદની સામે એકજૂટતાથી સામનો કરવાનો સંદેશ આપ્યા બાદ હવે ન્યૂયોર્કમાં ભારતના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત યોજાશે. ટ્રમ્પ અને મોદીની મુલાકાત રાત્રે પોણા દશ વાગ્યે યોજાશે. આ બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય મુલાકાત મંગળવારે 74મી યુએન જનરલ એસેમ્બલીના સેશનથી અલગ મુલાકાત યોજાશે.
આ મુલાકાત સ્થાનિક સમય પ્રમાણે 12.15 pm એટલે ભારતીય સમય પ્રમાણે રાત્રે પોણા દશ વાગ્યે યોજાશે. સોમવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે બ્રીફિંગ દરમિયાન આના સંદર્ભે માહિતી આપી હતી.
જ્યારે સવાલ કરવામાં આવ્યો કે હાઉડી મોદીમાં મોદી દ્વારા ઘણું આક્રમક નિવેદન સાંભળ્યું હતું તેમ ટ્રમ્પે કહ્યુ છે, ત્યારે તેના જવાબમાં પ્રવક્તાએ કહ્યુ હતુ કે મંગળવારે વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે બઠક છે. આપણે તેની રાહ જોઈએ.
ટ્રમ્પ અને મોદી રવિવારે હ્યૂસ્ટન ખાતે યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં 50 હજાર જેટલા ભારતીય મૂળના લોકો હતા.
અહીં સંબોધનમાં મોદીએ પાકિસ્તાનના નામોલ્લેખ વગર તેને ટેરર હબ ગણાવીને કહ્યુ હતુ કે 9/11 હોય કે 26/11 તેના હુમલાખોરોને કોણે છૂપાવ્યા અને તેમણે આતંકવાદની સામે નિર્ણાયક લડાઈની વાત કરી હતી. જો કે આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા અને ભારત સાથે હોવાનું પણ જણાવ્યું હતું.
સોમવારે રાત્રે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. જો કે આ મુલાકાતમાં ઈમરાનખાનને કોઈ ખાસ મહત્વ આપવામાં મળ્યું ન હતું.