- સતત બીજે દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
- દેશભરમાં મંદીનો માર
- સાઉદીની અરામકો પર થયેલા હુમલાનું માઠુ પરીણામ
- તેલ પુરવઠામાં ઘટાડો થતા ભાવ વધ્યા
- કાંચા તેલની કિંમતમાં વધારો થતા તેલક્ષેત્રમાં ભાવ વધ્યા
- હજુ ભાવ સાતમાં આસમાને પહોંચવાની શક્યતાઓ
સાઉદી અરબમાં અમરાકો તેલ કંપનીમાં ડ્રોન મારફત થયેલા હુમલા પછી કાચાતેલના ભાવમાં વધારો થયો છે ,સતત તેજીના કારણે પેટ્રોલ અને ડિઝલ મોંધુ થતુ જાય છે.પેટ્રોલ અને ડિઝલના ભાવમાં બીજે દિવસે પણ વધારો જોવા મળ્યો હતો,દેશમા મુખ્ય શહેરોમાં બુધવારના રોજ પેટ્રોલ-ડિઝલના ભાવમાં 24 થી 27 પૈસા સુધીનો વધારો થયો છે,પેટ્રોલ બુધવારના રોજ દિલ્હી અને કોલકત્તામાં 25 પૈસા જ્યારે મુંબઈમાં 26 પૈસા ને ચેન્નઈમાં 27 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ છે..
ન્યૂઝ એજન્સી આઈએએનેસના જણાવ્યા મુજબ,પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત બે દિવસથી વધતા જાય છે,દેશની રાજધાની દિલ્હીમાં 39 પૈસા પ્રતિ લીટર ભાવ વધારવામાં આવ્યો છે,વધતા ભાવના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે,પેટ્રેલ ડીઝલમાં વધુ ખર્ચ કરતાની સાથે સાથે અન્ય ખર્ચાઓ પણ મોંધા થયા છે,દેશ જ્યારે એક બાજુ આર્થિક મંદીની ઝપેટમાં છે તો બીજી બાજુ વધતા જતા ભાવે ઉપભોગતાઓની ચિંતામાં પણ વધારો કર્યો છે.
ઈન્ડિયન ઓઈલની વેબ સાઈટ પ્રમાણે, દિલ્હી,કોલકત્તા,મુંબઈ ને ચેન્નઈમાં પેટ્રેલના ભાવ વધીને ક્રમશઃ72.42 રુપિયા,75.14 રુપિયા,78.10 રુપિયા ને 75.76 રુપિયા પ્રતિ લીટર થઈ ચૂક્યા છે.ત્યારે આ ચારેય મહાનગરોમાં ડિઝલનો ભાવ ક્રમશઃ65.82 રુપિયા,68.23 રુપિયા,69.04 રુપિયા,69,57 રુપિયા પ્રતિ લીટર થઈ ચૂક્યા છે.
વિશ્વની સૌથી મોટી કાચા તેલની કંપની ગણાતી સાઉદીની અરામકો કંપની પર થયેલા હુમલાના કારણે સતત ઓઈલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે,કાંચા તેલની કિંમતમાં 20 ટકાનો ઉછાળો થયો છે.તે ઉપરાંત કંપનીએ થોડા દિસવ માટે ઉત્પાદન પણ બંધ રાખ્યું હતું જેની સીધી અસર અનેક દેશોના તેલના ભાવ પર પડી હતી.ત્યારે ભારતમાં પણ તેની અસર પેટ્રોલ-ડિઝલના ભાવમાં જોવા મળી છે.
એન્જેલ બ્રોકિંગની કરેંસી અને ઉર્જા સંશોધન બાબતોના નિષ્ણાત અને ઉપ ઉપરાષ્ટ્રપતિ અનુજ ગુપ્તાએ આઈએએનએસને જણાવ્યું હતું કે, વિશ્વની મોટી તેલ ઉત્પાદક કંપની સાઉદી અરામકોના કેન્દ્રો પર ગયા અઠવાડિયે થયેલા હુમલા બાદ ગલ્ફ ક્ષેત્રમાં લશ્કરી તણાવની સ્થિતિ સર્જાય છે.તેથી તેલના ભાવમાં હાલમાં ઘટાડો થવાની કી શક્યતાઓ નથી, પરંતુ આ હુમલાના કારણે હજુ ભાવમાં વધારો થવાની સંભાવના છે,કારણે કે હુમલાના કરાણે તેલ પુરવઠા પર તેની અસર પડી છે.