કર્ણાટકના પ્રધાન કે. એસ. ઈશ્વરપ્પાનું નિવેદન, દેશભક્ત મુસ્લિમ ભાજપને વોટ આપશે અને પાકિસ્તાન સમર્થક ખચકાશે
- કર્ણાટકના પ્રધાન ઈશ્વરપ્પાનું નિવેદન
- દેશભક્ત મુસ્લિમ ભાજપને વોટ આપશે
- પાકિસ્તાન સમર્થક ભાજપને વોટ કરતા ખચકાશે
કર્ણાટકની ભાજપના બી. એસ. યેદિયુપ્પાની સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન કે. એસ. ઈશ્વરપ્પાએ રવિવારે કહ્યુ છે કે દેશભક્ત મુસ્લિમ ભાજપનેવોટ આપશે, જ્યારે પાકિસ્તાન સમર્થક આમ કરતા ખચકાશે. ભાજપના વરિષ્ઠ નેતાએ ઘોષણા કરી છે કે તેમની પાર્ટીના નેતૃત્વાળી સરકાર રાજ્યમાં ગૌકશી પર પ્રતિબંધ લગાવશે.
ઈશ્વરપ્પાએ કહ્યુ છે કે અખંડ ભારત દરેકની તમન્ના છે. આવું એટલા માટે થઈ રહ્યું નથી, કારણ કે તેમને (રાજકીય નેતાઓના એક વર્ગને) ડર છે કે તેમને મુસ્લિમોનો વોટ મળી શકશે નહીં. તેમણે અહીં એક કાર્યક્રમમાં કહ્યુ છે કે ભાજપના સત્તામાં આવતા પહેલા હું કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને મળ્યો હતો, જે ભાજપમાં સામેલ થવા ચાહતા હતા. પરંતુ તેમનો દાવો હતો કે તેમની પાસે તેમની વિધાનસભાઓમાં 50 હજારથી વધારે મુસ્લિમ વોટ છે અને જો તેઓ તેને ગુમાવી દેશે તો તેમને હારનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. જે “હિજડા”ઓના વ્યવહારની જેમ હતું.
ઈશ્વરપ્પાએ એ પણ દાવો કર્યો છે કે શિવમોગ્ગામાં તેમના મતવિસ્તારમાં 50 હજારથી વધારે મુસ્લિમ વોટરો છે અને તેઓ ક્યાંય પણ તેમની પાસે વોટ માંગવા ગયા નથી. ઈશ્વરપ્પાએ કહ્યુ છે કે મે તેમને (કોંગ્રેસના ધારાસભ્યને) કહ્યુ કે મારા મતવિસ્તારમાં મારા સમુદાય કુરુબાના આઠથી દશ હજાર વોટ છે અને 50 હજારથી વધારે મુસ્લિમ વોટ છે. હું આજ સુધી વોટ માટે એકપણ મુસ્લિમને સલામ ઠોકવા ગયો નથી. મે 47 હજાર વોટથી જીત પ્રાપ્ત કરી છે.
કર્ણાટકથી ભાજપના પ્રધાને કહ્યુ છે કે હું આમ શા માટે કહી રહ્યો છું, કે જેને પત્રકાર લખે. એક રાષ્ટ્રભક્ત મુસ્લિમ ભાજપને વોટ આપશે અને જે પાકિસ્તાન સમર્થક અને રાષ્ટ્રદ્રોહી છે તે ભાજપને વોટ આપવામાં સંકોચ કરશે. ઈશ્વરપ્પાએ એપ્રિલમાં લોકસભા ચૂંટણી પહેલા કહ્યુ હતુ કે ભાજપ મુસ્લિમોને ચૂંટણી લડવા માટે ટિકિટ આપતી નથી, કારણ કે તેઓ પાર્ટીમાં વિશ્વાસ કરતા નથી.