1. Home
  2. revoinews
  3. જમિયત ઉલેમા-એ-હિંદના 66 મૌલાનાઓની ટીમ સાથે પંચમઢીમાં સ્કાઉટ ટ્રેનિંગ લઈ રહ્યા છે મહમૂદ મદની
જમિયત ઉલેમા-એ-હિંદના 66 મૌલાનાઓની ટીમ સાથે પંચમઢીમાં સ્કાઉટ ટ્રેનિંગ લઈ રહ્યા છે મહમૂદ મદની

જમિયત ઉલેમા-એ-હિંદના 66 મૌલાનાઓની ટીમ સાથે પંચમઢીમાં સ્કાઉટ ટ્રેનિંગ લઈ રહ્યા છે મહમૂદ મદની

0
Social Share
  • 66 મૌલાના લઈ રહ્યા છે પંચમઢીમાં સ્કાઉટ ગાઈડની ટ્રેનિંગ
  • મદરસાઓમાં ભણનારા સ્ટૂડન્ટ્સને સ્કાઉટ ગાઈડથી જોડવામાં આવશે
  • 20 હજાર નવયુવાનોને તાલીમ આપી ચુક્યું છે જમિયત ઉલેમા-એ-હિંદ

દેશના સૌથી મોટા મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદ સાથે જોડાયેલા 66 મલૌના હાલ શારીરિક અને માનસિક ફિટનેસની ટ્રેનિંગ લઈ રહ્યા છે. જમિયત ઉલેમા એ હિંદના મહાસચિવ મૌલાના મહમૂદ મદની પોતાના 66 મૌલાનાઓની ટીમ સાથે ભારત સ્કાઉટ ગાઈડ રાષ્ટ્રીય પ્રશિક્ષણ સંસ્થાન મધ્યપ્રદેશના પંચમઢીમાં અખિલ ભારતીય ભારત સ્કાઉટ ગાઈડનું કમિશનર સ્તરનું ચાર દિવસીય પ્રશિક્ષણ લઈ રહ્યા છે.

ભારત સ્કાઉટ ગાઈડનું રાષ્ટ્રીય મુખ્યમથક પંચમઢીમાં જમિયત ઉલેમા-એ-હિંદ સાથે જોડાયેલા આખા દેશમાંથી 66 મદરસાના એચઓડી, હાફિઝ, આલિમ, કારી, મુફ્તિ પ્રશિક્ષણમાં સામેલ થઈ રહ્યા છે. ભારત સ્કાઉટ ગાઈડના કમિશનર લેવલની ટ્રેનિંગ શુક્રવારે શરૂ થઈ છે અને મંગળવાર સુધી એટલે કે ચાર દિવસ સુધી ચાલશે.

આમા મૌલાના મહમૂદ મદની અને મૌલાના આકિલ, મૌલાના હકીમુદ્દીન કાસમી સહીત અન્ય ઉલેમા પણ સામેલ થયા છે. આ પ્રસંગે ભારત સ્કાઉટ ગાઈડ ડાયરેક્ટર આર. કે. કૌશિક પણ હાજર રહ્યા હતા. પંચમઢી રાષ્ટ્રીય પ્રશિક્ષક કેન્દ્રના સંયુક્ત સંચાલક મોહમ્મદ સલીમ કુરૈશી તેમને તાલીમ આપી રહ્યા છે. તેના સિવાય ભારત સ્કાઉટ ગાઈડના પ્રશિક્ષક આર. કે. તિવારી, હિદાયતઉલ્લા સિદ્દીકી, મો. યુસૂફ દેશભરના મદરસાઓમાંથી આવેલા પ્રમુખોને સ્કાઉટિંગનું પ્રશિક્ષણ આપી રહ્યા છે.

આ પ્રસંગે જમિયત એ ઉલેમા એ હિંદના જનરલ સેક્રેટરી મૌલાના મહમૂદ મદનીએ કહ્યુ છે કે ભારત સ્કાઉટ ગાઈડના પાઠ હવે દેશની મદરસાઓમાં પણ ભણાવવામાં આવશે. મદરસાઓના એચઓડી અહીં પ્રશિક્ષણ લેશે. તેમણે કહ્યુ છે કે ભારત સ્કાઉટ ગાઈડના નવ નિયમ ઈસ્લામ પ્રમાણે છે. આના પર ચાલીને મુસ્લિમ બાળકો દેશ અને સમાજને નવી દિશા આપશે. તેમણે કહ્યુ છે કે દેશના યુવાનોને સેના, પોલીસ અને સ્કાઉટનો ડ્રેસ પહેરવામાં ગર્વ મહેસૂસ થાય છે.

જમિયત ઉલેમા એ હિંદ મદરસાઓમાં ભણનારા બાળકો અને નવયુવાનોને પહેલેથી જ ભારત સ્કાઉટ ગાઈડનો ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જમિયતથી 20 હજાર નવયુવાન યૂથ ક્લબ દ્વાર સ્કાઉટ ગાઈડની ટ્રેનિંગ લઈ ચુક્યા છે. આ કાર્યક્રમ જમિત ઉલેમા-એ-હિંદ હાલ ગુજરાત , પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના 17 જિલ્લામાં ચલાવી રહી છે. આ વખતે હજ દરમિયાન એરપોર્ટ પર મદરસાઓના પ્રશિક્ષિત સ્કાઉટોએ જ હજયાત્રીઓને પાણી પીવડાવાથી લઈને તેમને ગાઈડ કર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code