- ઈમરાન ખાન PoKમાં રેલી યોજશે
- આંતરરાષ્ટ્રીય મંચ પર હારેલું પાકિસ્તાન મારી રહ્યું છે ધમપછાડા
- સંયૂક્ત રાષ્ટ્રની 74મી મહાસભામાં ઈમરાન ખાન અનેક દેશના નેતાઓને મળશે
- કાશ્મીરના ગંભીર હાલાતની કરશે જાણ
- પાકિસ્તાનની નાપાક હરકત યથાવત
ઈમરાન ખાને કહ્યું કે”,હું શુક્રવાર એટલે કે 13 સપ્ટેમ્બરે મુજફ્ફરબાદમાં એક મોટી રેલી યોજવાજી રહ્યો છું,આ રેલીના માધ્યમથી હું સમગ્ર વિશ્વનું ધ્યાન કાશ્મીર તરફ દોરવાના પ્રયત્નો કરીશ અને કાશ્મીરીઓને એ બતાવીશે કે અમે તેમના સાથે જ છીએ”
આંતરરાષ્ટ્રીય મંચે બધી રીતે હારી ચુકેલા અને બેઈજ્જત થયેલા પાકિસ્તાનને હજુ વધુ બેઈજ્જત થવાનું ગમતુ હોય તેવું લાગી રહ્યું છે,કારણ કે ઈમરાન ખાને એક બયાનમાં કહ્યું છે કે હું PoKમાં એક રેલી યોજવા જઈ રહ્યો છું,આ જોતા જ ખબર પડી જાય છે કે પાકિસ્તાનના પ્રધાન મંત્રીને હજું પણ આશા છે કે લોકો તેમનો સાથ આપશે પરંતુ તેઓ તેમનું ભૂતકાળ ભૂલી ગયા લાગે છે, કે જ્યા તેમને કોઈ દેશ તરફથી સાથસહકાર નહોતો મળ્યો ત્યારે હવે તેઓ કાશ્મીરી લોકોના વ્હારે આવ્યા છે.
કાશ્મીર મામલામાં વિશ્વભરમાંથી સાથ સહકાર ન સાંપડતા પાકિસ્તાને તેની વાત મનાવવા માટે હજુ પ્રયત્નો યથાવત રાખ્યા છે,સંયૂક્ત રાષ્ટ્રની 74મી માહાસભા વખતે પાકિસ્તાને 35 દેશોના પ્રતિનિધિઓ સામે કાશ્મીર મામલે પોતાનો પક્ષ રાખવાનો નિર્ણય લીધો છે, જેમાં અમેરીકા .રશીયા,ચીન,ફ્રાંસના રાષ્ટ્રપતિ અને બ્રિટનના પ્રધાન મંત્રી ઉપસ્થિત હશે.
એક પાકિસ્તાની મીડિયાના રજુ થયેલા રિપોર્ટ મુજબ, પ્રધાન મંત્રી ઈમરાન ખાન સંયૂક્ત રાષ્ટ્રની 74મી મહાસભામાં પોતાના દેશના પ્રતિનિધિત્વ મંડળનું નેતૃત્વ કરશે.સાથે સાથે વિદેશ મંત્રી શાહ મેહમુદ કુરૈશી પણ હાજર રહેશે,પાકિસ્તાની નેતા મહાસભામાં અન્ય 35 દેશોના પ્રતિનિધિઓની મુલાકાત કરીને તેમને ‘કાશ્મીરના ગંભીર હાલાત’ વિશે માહિતી આપશે.
આ રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે,ઈમરાન અને કુરૈશી ન્યૂયોર્કમાં સંયૂક્ત રાષ્ટ્રના દસ અસ્થાયી સભ્યો,ઈસ્લામિક દેશોના શાસકો અને પ્રતિનિધિઓ તથા કેટલાક બીજા દેશોના નેતાઓની સાથે મુલાકાત કરશે,સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ,વિદેશ સચિવ સોહેલ મહમૂદે એક પત્ર મોકલીને આ દેશોમાં નિયૂક્ત પાકિસ્તાનના દૂતોને અહિયાના અધિકારિઓ સાથે સંપર્ક કરીને ન્યૂયોર્કની મુલાકાત ગોઠવવા માટે કહ્યું છે.