પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અબ્દુલ કાદિરનું 63 વર્ષની વયે નિધનઃ ‘કાર્ડિયાક એરેસ્ટ’ મોતનું કારણ
- પાકિસ્તાની મહાન ક્રિકેટર અબ્દુલ કાદિરનું નિધન
- 63 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
- કાર્ડિયાક એરેસ્ટ મોતનું કારણ
- પાંચ વન-ડે મેચમાં કેપ્ટનશિપ લીધી હતી
- ટીમના મુખ્ય સિલેક્ટર રહી ચૂક્યા હતા
- ડાન્સર બોલર તરીકે જાણિતા હતા
પાકિસ્તાન ક્રિકેત જગતમાં મહત્વનું સ્થાન ધરાવનારા પૂર્વ પાકિસ્તાની ક્રિક્ટર અબ્દુલ કાદિરનું 63 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટના કારણે લોહોરમાં મોત નિપજ્યું છે,પાકિસ્તાની ક્રિકેટરોમાં બ્દુલ કાદિરનું નામ મોખરે રહ્યું છે તેમણે ક્રિકેટ જગતમાં અનેક સિદ્ધીઓ મેળવી છે.તેમના નિધનથી ક્રિકેટ જગતમાં શોક વ્યાપી ગયો છે.
મહાન ક્રિકેટર અબ્દુલ કાદિરે પાંચ વન-ડે મેચમાં કેપ્ટનશિપ પણ લીધી હતી.કાદિર પાકિસ્તાની ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર્સ પણ રહી ચૂક્યા હતા. કાદિર પોતાની આગવી સ્ટાઈલના કારણે લોકોના ચાહિતા હતા તેમને લોકો ડાન્સર બોલર તરીકે પણ ઓળખાતા હતા ,કારણ કે તેમની બૉલિંગ કરવાની સ્ટાઈલ બધાથી જૂદી તરી આવતી હતી જેના કારણે તેઓ બૉલિંગમાં ખુબજ ફેમસ બૉલર ગણાતા હતા. તેઓ દુનિયાના બેસ્ટ સ્પીનરમાંના એક હતા
જ્યારે હાલ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ યૂક્ત માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ભારતનીય ક્રિક્ટરો દ્વારા અબ્દુલ કાદિરના મોતને લઈને શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં લક્ષ્મણ, હરભજન સિંહ, પાકિસ્તાનના ક્રિકેટર વસીમ અકરમ, શાહીદ આફ્રીદી, શોએબ અખ્તર સહિતના વિશ્વના મહાન ક્રિકેટરોએ અબ્દુલ કાદિરના મોત પર શોક વ્યક્ત કર્યો છે.
ત્યારે ભારતીય ક્રિકેટર હરભજન સિંહે તેમના નિધનને લઈને ફોટો શેર કરીને ટ્વિટ કરીને કહ્યું છે કે, અબ્દુલ કાદિરનું નિધન દુખદ છે. હું બે વર્ષ પહેલાં તેમને મળ્યો હતો. ત્યારે તેઓ એકદમ ફીટ હતા અને એક્ટિવ હતા. એક મહાન બોલર અને વ્યક્તિ તરીકે અમને હંમેશા યાદ રહેશે. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે.
કાદિરે તેમના રમતકાળ દરમિયાન મેચમાં કોમેન્ટ્રી કરીને પણ લોકોના દિલ જીત્યા હતા તેમના મોતથી પાકિસ્તાન ક્રિકેટ જગતમાં શોક વ્યાપી ગયો છે, પાકિસ્તાની ક્રિકેટ બોર્ડએ એક ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે, પીસીબી અબ્દુલ કાદિરના મોતથી શોકમાં છે. તેમના પરિવાર અને મિત્રો માટે અમે સંવેદના દાખવીયે છીએ.
અબ્દુલ કાદિરનો જન્મ 1955માં લાહૌરમાં થયો હતો ,તેઓમા દાયકાના કાદિર બેસ્ટ બોલર રહી ચુક્યા છે, કાદિરે 67 ટેસ્ટ અને 104 વન-ડે રમી ચૂક્યા હતા.અબ્દુલ કાદિરે ટેસ્ટ મેચમાં 236 અને 104 વન-ડે મેચમાં 132 વિકેટ લીદી હતી.