- આર્ય-દ્રવિડની ઉત્તર-દક્ષિણ વચ્ચે ખાઈ રૂપ થિયરી ખોટી
- રાખીગઢી ડીએનએ સ્ટડીમાં સૌથી મોટો ખુલાસો
- આર્યો મૂળભૂતપણે ભારતીય હોવાનો ખુલાસો
આર્યો લઈને ઘણાં દાવાઓ કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ સવાલ જેમનો તેમ છે કે આર્ય ભારતમાં બહારથી આવ્યા હતા કે તેઓ અહીંના જ નિવાસી હતા?આ સવાલના જવાબમાં ડાબેરીઓએ ઘણાં દાવા કર્યા તેનો ઉદેશ્ય ભારતીયોને કદાચ હીન સાબિત કરવાનો રહ્યો છે, પરંતુ હવે આ સવાલનો જવાબ સ્પષ્ટ દેખાવા લાગ્યો છે.
હરિયાણાના હિસાર જિલ્લાના રાખીગઢીમાં થયેલી હડપ્પનકાલિન સભ્યતાના ખોદકામમાં ઘણાં ઐતિહાસિક રહસ્યો પરથી પડદો ઉઠી ગયો છે. મહત્વપૂર્ણ છે કે રાખીગઢીમાં મળેલા પાંચ હજાર વર્ષ જૂના નરકંકાલોના ડીએનએ ટેસ્ટ બાદ જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આર્ય ક્યાંય બહારથી આવ્યા નથી, પરંતુ તેઓ અહીં અર્થાત ભારતના જ મૂળ નિવાસી હતા.
ડીએનએ સ્ટડીમાં એવો પણ ખુલાસો થયો છે કે ભારતના લોકોના રંગસૂત્રોમાં ગત હજારો વર્ષથી કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.
ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલના એક અંશમાં આ દાવો કરવામાં આવ્યો છે કે આ અભ્યાસમાં સામે આવ્યું છે કે આર્યન્સ ભારતના જ મૂળ વતની હતા. તેને લઈને વૈજ્ઞાનિકોએ રાખીગઢીથી મળેલા નરકંકાલના અવશેષોનો ડીએનએ ટેસ્ટ કર્યો હતો. ડીએનએ ટેસ્ટથી સ્પષ્ટ જાણકારી મળે છે કે આ રિપોર્ટ પ્રાચીન આર્યન્સના ડીએનએ રિપોર્ટ સાથે મેળ ખાતો નથી. તેવામાં સ્પષ્ટ છે કે આર્યોના બહારથી આવવાની થિયરી ખોટી સાબિત થાય છે. આમ પણ પહેલા ઘણાં ઈતિહાસકારોએ કહ્યુ છે કે ડાબેરીઓની આર્યન થિયરી મનઘડંત કલ્પના પર આધારીત છે. તેના પરથી પડદો આ નવા સંશોધનને કારણે ઉઠતો જોઈ શકાય છે.
રિસર્ચમાં ખુલાસો થયો છે કે 9000 વર્ષ પહેલા ભારતના લોકોએ જ કૃષિની શરૂઆત કરી હતી. બાદમાં તે ઈરાન-ઈરાક થઈને આખી દુનિયામાં પહોંચી. ભારતના વિકાસમાં આ લોકોનું યોગદાન છે.
અહીં એ ધ્યાન આપવાની વાત છે કે ઈતિહાસ માટે તથ્ય મહત્વપૂર્ણ હોય છે, આ તથ્યોમાં પણ વૈજ્ઞાનિક પુરાવાને વધારે મહત્વ હોય છે. રાખીગઢીમાં મળેલા પાંચ હજાર વર્ષ જૂના નરકંકાલના અભ્યાસ બાદ જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એવી ઘણી વાતો સામે આવી છે કે જેનો અત્યાર સુધી માત્ર ક્યાસ લગાવાય રહ્યો હતો.
હિસારના રાખીગઢીમાં હડપ્પાકાલિન સભ્યતાને લઈને કરવામાં આવેલા ખનન કાર્યમાં સામેલ પુણેની ડેક્કન કોલેજના પુરાતત્વવિદો પ્રમાણે, ખોદકામ સમયે યુવક (કંકાલ)નું મોંઢુ યુવતી તરફ હતું અને આ પહેલીવાર છે કે જ્યારે હડપ્પાકાલિન સભ્યતાના ખોદકામ દરમિયાન કોઈ યુગલની કબર મળી છે.
આ આશ્ચર્યની વાત છે કે અત્યાર સુધી હડપ્પાકાલિન સભ્યતા સાથે સંબંધિત ઘણા કબ્રસ્તાનોની તપાસ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી કોઈપણ યુગલને આવી રીતે દફનાવવાનો મામલો સામે આવ્યો નથી.
રાખીગઢીમાં ખોદકામ કરનારા પુરાતત્વવિદો પ્રમાણે, યુગલ કંકાલનું મોંઢુ, હાથ અને પગ તમામ એક સમાન છે. તેનાથી સ્પષ્ટ છે કે બંનેને યુવાનીમાં એકસાથે દફનાવવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે આ નિષ્કર્ષ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મેગેઝીન, એસીબી જર્નલ ઓફ અનેટોમી અને સેલ બાયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
આ નવા સંશોધન અને પ્રમાણોની પૃષ્ઠભૂમિમાં ઈતિહાસને જોવા અને સમજવાની એક નવી દ્રષ્ટિ મળે છે અને ડાબેરીઓની હીનતા ભરેલા ઈતિહાસના જૂઠ્ઠાણાઓ પણ તૂટી રહ્યા છે.