આગરાના તાજગંજ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાય છે કે જેમાં લગ્નના 25 વર્ષ પછી પતિએ તેની પત્નીને તલાક આપી છે,ત્રણ તલાકનો કાનુંન બન્યા પછીનો પ્રથમ ટ્રીપલ તલાકનો કેસ પણ આગરાના મધુપુર સ્ટેશનમાં જ નોંધાયો હતો, ચોંકાવનારી વાત એ છે કે, આગરાના આઠ જીલ્લાઓમાંથી એક પણ જીલ્લો એવો નથી કે જ્યા તલાકનો એક પણ કેસ ન નોંધાયો હોય.
ત્રણ તલાકને ગેર કાનુંની બનાવનારા કડક કાયદો બન્યા પછી પણ આ ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી,મોદી સરકારે ત્રણ તલાક બિલતો પાસ કર્યું પરંતુ ત્રણ તલાકના બનાવો ઘટતા જોવા મળતા નથી. જો આપણે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીંના આગરા ઝોનમાં વધુ ત્રણ છૂટાછેડાના કેસ નોંધાયા છે. ત્રિપલ તલાકના સૌથી વધુ કેસ આગરા ઝોનના જીલ્લા તાજાનગરી પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.
આગરામાં ટ્રીપલ તલાકના 8 કેસ નોંધાયા
આ ઝોનમાં ટ્રીપલ તલાકનો કાયદો બન્યા પછીના 17 કેસ નોંધાયા છે, જેમાંથી 8 કેસ તો માત્ર આગરામાં નોંધાયા છે. ત્યારે અલીગઢ જિલ્લામાં 3 અને મથુરામાં 2 કેસ નોંધાયા છે. આ ઓગસ્ટ મહિનાના રિપોર્ટને ઉત્તર પ્રદેશની ડીજીપી કચેરીને મોકલવામાં આવ્યો છે. આગરામાં એક એવો કેસ પણ હતો જેમાં લગ્નના માત્ર દોઢ કલાક પછી જ તલાક પવામાં આવી હોય, આ કેસ આગ્રાના હરિપર્વત પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
પતિએ લગ્નના 25 વર્ષ પછી પત્નીને ટ્રીપલ તલાક આપી
આગરાના તાજગંજ પોલીસ સ્ટેશનમાં એક કેસ વો પણ નોંધવામાં આવ્યો છે કે જેમાં લગ્નના 25 વર્ષ પછી ત્રણ તલાક આપવામાં આવી હોય. ત્રિપલ તલાનો કાયદો લાગુ થયા બાદ આગરા ઝોનમાં જ તેનો પહેલો કેસ મધુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતો.મહત્વની વાત એ છે કે આગરામાંથી એક પણ જીલ્લો એવો નથી કે જ્યા ટ્રીપલ તલાકની ઘટના ન બની હોય .
હજુ સુધી માત્ર 4 આરોપીની જ ઘરપકડ , 34 આરોપી ફરાર
આગરા ઝોનમાં નોંધાયેલા 17 કેસોમાં કુલ 38 લોકો પર આરોપ મુકવામાં આવ્યા હતા, પરંતુ આ લીસ્ટ મુજબ માત્ર 4 લોકોની જ પાલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં 34 લોકો તો હાલ પણ ફરાર છે.આ નોંધાયેલા કેસોમાં પતિ ઉપરાંત સાસરીયાઓના નામ પણ છે. ત્રિપલ તલાકના તમામ કેસોમાં એક પણ એવો કેસ નથી જેમાં તપાસ સંપૂર્ણ રીતે પુરી કરવામાં આવી હોય. યુપીના ડીજીપી ઓપી સિંઘને મોકલવામાં આવેલા રિપોર્ટ અનુસાર આરોપી પતોઓની 14 કેસોમાં હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી
યુપીના અન્ય જિલ્લાઓ પણ પાછળ નથી
આ મળેલા રિપોર્ટ મુજબ 1લી ઓગસ્ટથી 20મી ઓગસ્ટના સમયગાળા વચ્ચે, ઉત્તર પ્રદેશમાં 216 કેસ નોંધાયા હતા, તેમાંથી ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. મેરઠમાં નોંધાયેલા કેસની કુલ સંખ્યા 26 છે. સહારનપુરમાં 17 અને શામલીમાં 10 કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં 10 કેસ નોંધાયા છે.એટા, ફિરોઝાબાદ, મૈનપુરી અને કાસગંજમાં પણ ટ્રીપલ તલાકનો એક એક કેસ નોંધાયો છે.