- મોદી કેબિનેટના પ્રધાનની સાદગી
- દિલ્હી મેટ્રોમાં તામજામ વગર કરી મુસાફરી
- ગજેન્દ્રસિંહ શેખાવતે આમ આદમીની જેમ મેટ્રોમાં કરી મુસાફરી
નવી દિલ્હી : ઊંચા ખુરશી અને સરકારી રુઆબદારીની સહુલિયતો આસાનીથી હજમ થતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસપાત્રા, ખાસ અને એક ઉચ્ચશિક્ષિત કદ્દાવર પ્રધાને આવી માન્યતાને ખોટી સાબિત કરી છે. જમાનાની નજરમાં આ પ્રધાનનું પદ ભલ હાઈપ્રોફાઈલ છે. પરંતુ એક દિવસ પહેલા દિલ્હી મેટ્રો રેલવેમાં આમ આદમી વચ્ચે સફર કરી અને કોઈને આની ભનક પણ લાગી નહીં. 3 સપ્ટેમ્બર-2019ના રોજ રાત્રે નવથી સાડા નવ વાગ્યાની વચ્ચે એક શખ્સ દિલ્હીથી મેટ્રો ટ્રેનની ભીડમાં સવાર થયો.
પ્રવાસીઓની હકડેઠઠ્ઠ ભીડ તો ન હતી. પરંતુ જે મેટ્રોમાં આ શખ્સ (અડધી બાયનું સફેદ શર્ટ, ગળામાં લાલ મોટો દોરો અને ખાખી પેન્ટ, ડાબા હાથમાં ઘડિયાળ, હાથમાં કાળા રંગનો મોબાઈલ અને પગમાં દોરી વગરના કાળા બૂટ પહેરેલા હતા) સવાર થયો, તેમા પ્રવાસીઓની સંખ્યા ઓછી પણ ન હતી. સીધું કહીએ તો મેટ્રોના આ ડબ્બામાં બેસવાની ખાલી સીટ ન હતી. તેમણે દિલ્હીથી ફરીદાબાદ અને પછી ઈન્દિરા ગાંધી એરપોર્ટ સુધીની મુસાફરી ઉભા-ઉભા જ કરી હતી. આઈએએનએસએ જ્યારે પુછયું કે કેન્દ્રીય પ્રધાન થઈને પણ મેટ્રોમાં ઉભા-ઉભા પ્રવાસ? જવાબ આપવાના સ્થાને તેમણે ફરીને સામો સવાલ કર્યો કે તો શું થયું? આમા આશ્ચર્યની શું વાત છે? હું પ્રધાન છું, તો શું મેટ્રોમાં પ્રવાસ કરી શકું નહીં? મેટ્રોમાં પ્રવાસ કરવાનો પોતાનો અલગ જ આનંદ છે.
પરંતુ આ મેટ્રોની મુસાફરીનો વિચાર ક્યાંથી આવ્યો? તે પણ મોડી રાત્રે? તેમણે કહ્યુ કે હકીકતમાં મારે ફરીદાબાદમાં એક અંગત સમારંભમાં સામેલ થવાનું હતું. મન કર્યું તો દિલ્હીથી મેટ્રો પકડી લીધી. રાત્રે 10 વાગ્યાની આસપાસ ફરીદાબાદમાં આયોજીત સમારંભમાં ભાગ લીધો. તેના પછી મેટ્રો પકડીને દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ચાલ્યો ગયો. મારે દિલ્હીની બહાર જવાનું હતું. તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પ્રધાન સામાન્ય માણસની જેમ એક હાથથી મેટ્રોનો સ્ટીલ રૉડ પકડીને ઉભા-ઉભા મોબાઈલ પર વાત કરી રહ્યા છે. કોઈપણ તામજામ નથી. તેની સાથે એક સામાન્ય વ્યક્તિ પ્રધાનની પાસે ઉભા છે. કદાચ તેમના કોઈ પરિચિત અથવા સ્ટાફ હશે.
જી હા, આ વાત જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતની થઈ રહી છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન રહી ચુકેલા શેખાવતે 2014ની લોકસભા ચૂંટણીમાં ચાર લાખથી વધારે વોટોથી જીત મેળવી હતી. રાજસ્થાનના સિકરના મહરૌલી ગામમાં 3 ઓક્ટોબર-1967ના રોજ જન્મેલા શેખાવતે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.