ચીને ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી પણ વધારે જમીન પર કર્યો છે કબજો: માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ
- જમીન ભૂખ્યું છે ચીન
- માલદીવના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નશીદનો બળાપો
- ચીને ઈસ્ટ ઈન્ડિયા કંપની કરતા વધુ જમીન કરી છે હડપ
નવી દિલ્હી: માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ નશીદે ચીનની સરખામણી ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કરી છે. હિંદ મહાસાગર સંમેલનમાં પોતાના સંબોધનમાં નશીદે ચીન પર આરોપ લગાવ્યો છે કે બીજિંગે અત્યાર સુધીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી પણ વધારે જમીન હડપી લીધી છે. નશીદે કહ્યુ છે કે ચીને એકપણ ગોળી ચલાવ્યા વગર ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સરખામણીમાં વધારે જમીન હડપી લીધી છે.
તેમણે કહ્યુ છે કે સરકાર પર સકંજો કસવો, કાયદામાં ફેરફાર કર્યા, વધારે કિંમતોમાં કોન્ટ્રાક્ટ લીધા અને તેની કિંમતને કારણે કારોબારીઓની યોજના અસફળ થઈ ગઈ, વ્યાવસાયિક કર્જ આપ્યું અને પછી તને પાછું કરવામાં અસમર્થ રહ્યા. હવે તમે રકમને પાછી આપી શક્યા નથી, તો સાર્વભૌમતાને દાંવ પર લગાવી દીધી. નશીદે કહ્યુ હતુ કે તેઓ ખાસ કરીને ચીન તરફ ઈશારો કરી રહ્યા છે.
મોહમ્મદ નશીદ 2008થી 2012 સુધી માલદીવના ચોથા રાષ્ટ્રપ્રમુખ હતા. તેઓ માલદીવના પહેલા લોકશાહી ઢબે ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ હતા, ત્યારે મોમૂન અબ્દુલ ગયૂમની ત્રણ દશકાઓની રાજાશાહી સમાપ્ત થઈ હતી. તેમણે કહ્યુ છે કે જમીન પર કબજો વૈશ્વિક સ્તર પર થઈ રહ્યો છે. તે સામાન્ય છે કે જ્યાં માનવાધિકારોનું સંરક્ષણ બેહદ ઓછું છે.
નશીદને મેમાં દેશની સંસદના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની માલદીવ ડેમોક્રેટિક પાર્ટીએ બે તૃતિયાંશ બહુમતીથી ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ પર ભ્રષ્ટાચારના આરોપોને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા અને તેના પછી તેમની નિર્વાસન અવધિ સમાપ્ત થઈ હતી.
તેમણે ભારપૂર્વક કહ્યુ કે તેઓ માલદીવમાં વધારે વિદેશી રોકાણ ચાહે છે. આ લોકશાહી ઢબે થવું જોઈએ અને તેનો ફાયદો ઉઠાવવા માટે તેમણે સક્ષમ હોવું જોઈએ. ગત પાંચ વર્ષોમાં એક મોટા પ્રમાણમાં વ્યવસાયિક ધન દેશમાં આવ્યં છે. આ તેમના માટે ચિંતાનો વિષય છે અને અન્યાય છે. માલદીવમાં આવેલા ધનના ચોક્કસ આંકડાને સમજવો જોઈએ અને આ ધનને પાછું કરવું જોઈએ.