- અબ્દુલ સત્તાર શિવસેનામાં સામેલ
- પૂર્વ કોંગ્રેસી પ્રધાન છે અબ્દુલ સત્તાર
- મહારાષ્ટ્રમાં થોડા દિવસોમાં યોજાશે ચૂંટણી
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અબ્દુલ સત્તાર સોમવારે શિવસેનામાં સામેલ થઈ ગયા છે. ઔરંગાબાદ જિલ્લાની સિલોદ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા સત્તાર અહીં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને તેમની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા છે.
તેમણે આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. બાદમાં તેમણે ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રદેશ પ્રમુખ રાવસાહેબ દાનવેની મદદ કરી હતી. રાવસાહેબ દાનવે જાલના લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.
મહત્વપૂર્ણ છે કે સત્તાર કોંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકારમાં પશુપાલન પ્રધાન હતા. સત્તારના શિવસેનામાં સામેલ થયા બાદ પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સિલોદ વિધાનસભા બેઠક પરથી તેમના નામાંકનની ઘોષણા કરતા કહ્યુ છે કે તેઓ ચાહે છે કે સત્તાર ફરી એકવાર બેઠક પરથી જીત મેળવે. તેમણે કહ્યુ છે કે આ બેઠક તેમના માટે ઘણી મહત્વપૂર્ણ છે.
અબ્દુલ સત્તારે શિવસેનામાં સામેલ થયા બાદ કહ્યુ છે કે તે શિવસેનામાં એટલા માટે સામેલ થયા છે, કારણ કે પાર્ટી ખેડૂતોના હિતો માટે કામ કરી રહી છે. તેમણે કોંગ્રેસ પાર્ટીની ટીકા કરતા કહ્યુ છે કે ગત પાંચ વર્ષોથી શિવસેના ખેડૂતો માટે લડાઈ લડી રહી છે. વિપક્ષી પાર્ટી હોવાને કારણે, આ અમારી (કોંગ્રેસની) જવાબદારી હતી, પરંતુ સરકારમાં સામેલ હોવા છતાં શિવસેનાએ ખેડૂતોની દુર્દશા મામલે પોતાનો અવાજ બુલંદ કર્યો છે.
મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં આગામી થોડાક દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને ગત કેટલાક સપ્તાહથી કોંગ્રેસ તથા એનસીપીના ઘમાં નેતાઓ ભાજપ અથવા શિવસેનામાં જોડાઈ ચુક્યા છે.