પીએમ મોદીની યશકલગીમાં વધ્યુ એક મોરપીંછઃ સ્વચ્છ ભારત મિશન માટે અમેરીકામાં થશે સમ્માન
ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાલમાંજ યુએઈના સર્વોસ્ચ સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા,તે પહેલા ફ્રાંસમાં પણ તેમુનં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ ,પી એમ મોદીએ ભાતરવાસીઓના તો દિલ જીત્યા જ છે પરંતુ તેઓએ દેશની બહાર પણ પોતાનો ડંકો વગાડ્યો છે,પોતાની ભાષણ આપવાની આગવી શૈલી અને પોતે કરેલા કામથી તેઓ દિવસને દિવસે પોતાના નેતૃત્વ મજબુત બનાવી રહ્યા છે.
ત્યારે ફરી એકવાર પ્રધાન મંત્રી મોદીના કામના અમેરીકામાં વખાણ થયા છે,તેઓને બિલ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી સ્વચ્છ ભારત અભિયાનની શરુઆત કરવા માટે પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે,અમેરીકા યાત્રા દરમિયાન આ પુરસ્કાર મોદીજીને પ્રદાન કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહએ સોમવારના રોજ ટ્વિટરના માધ્યમથી આ માહિતી આપી હતી,જીતેન્દ્ર સિંહ કહ્યું કે ,એક વધુ પુરસ્કાર,દરેક ભારતીય માટે ગૌરવની એક વધુ ક્ષણ આવી છે, કારણે કે પીએમ મોદીની મહનેત અને નવી પહેલના કારણે વિશ્વભરમાં દેશના વખાણ થઈ રહ્યા છે.