જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસના નેતા સલમાન નિઝામીએ શેહલા રાશિદને જવાબ આપ્યો છે. સલમાન નિઝામીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘કેટલાક પથ્થરબાજો અને અલગાવવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાશ્મીરમાં જ્યારે હિંસા થતી તે વાત સામાન્ય વાત હતી. સેનાએ કોઈને ધમકાવ્યા કે ડરાવ્યા નથી ઉપરાંત ન તો સેનાએ યુવક પર અત્યાચાર કર્યો છે.મેં આ બાબતે સ્થાનિક લોકો અને પત્રકારો સાથે આ વાતની પૃષ્ટી કરી છે. રાજકીય લાભ માટે નકલી સમાચાર ફેલાવો નહીં.
આ બાજુ સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે સોમવારે દિલ્હી પોલીસ આયૂક્ત અમુલ્ય પટનાયકને એક પત્ર લખીને જેએનયૂની પીએચડીની વિદ્યાર્થી ને જમ્મુ-કાશ્મીરની રાજનેતા શહેલા રશિદના વિરુધ ખોટા સમાચાર ફેલાવવાની વાતને લઈને તાત્કાલીક ફરિયાદ નોંધાવાની માંગણી કરી હતી,તેમણે પક્ષમાં લખ્યુ હતુ કે શહેલા હિંસા ફેલાવવાની અને લોકોને ભડકાવવાના ઈરાદાથી સેનાની ઈમેજ ખરાબ કરવામાંટે વા જુઠ્ઠા સમાચાર ફેલાવે છે.
વકીલને મળેલી ફરિયાદની તપાસ કરતાં પોલીસે કહ્યું કે રશિદ વિરુદ્ધ કોઈ પગલાં લેતા પહેલા તે આ મુદ્દાની વિગતવાર તપાસ કરી રહી છે. શેહલા 2015-16 દરમિયાન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) સ્ટુડન્ટ્સ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચુકી છે અને જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ નામના રાજકીય પક્ષ સાથે પણ તે જોડાયેલી છે.
વકીલે પોતાના પત્રમાં રવિવારે શેહલાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા કેટલાક ટ્વિટ્નો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે લખ્યું છે કે, “સુરક્ષા દળોના જવાન રાત્રે ઘરમાં ઘૂસીને છોકરાઓને પકડી રહ્યા છે, મકાનોમાં તોડફોડ કરે છે અને આરાદા પૂર્વક અનાજ ઘરમાં વેરવિખેર કરે છે. ચોખામાં તેલ નાખી રહ્યા છે. ” શેહલાએ એવો દાવો પણ કર્યો હતો કે તેને કાશ્મીરના લોકો પાસેથી આ માહિતી મળી છે.