મંદીની દસ્તક! Heroએ ચાર દિવસ માટે બંધ કરી ફેક્ટ્રી, Maruti Suzukiમાં 3000 લોકોએ ગુમાવી નોકરી
સુસ્ત પડેલી અર્થવ્યવસ્થાની અસર હવે દેખાવાનું શરૂ થઈ ગયું છે. આનાથી સૌથી વધારે પ્રભાવિત સેક્ટરોમાં ઓટો ઈન્ડસ્ટ્રી છે. તાજેતરમાં અહેવાલ આવ્યા હતા કે હરિયાણામાં ઘણાં કાર પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લાખો કર્મચારીઓની નોકરીઓ ચાલી ગઈ છે. તેનું કારણ માંગમાં ઘટાડો થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. હવે આ કારણથી દેશની સૌથી મોટી દ્વિચક્રી વાહન બનાવતી કંપની હીરો મોટોકોર્પે ચાર દિવસ મટે પોતાના પ્લાન્ટ્સ બંદ કર્યા છે. કંપનીએ શુક્રવારે આની જાણકારી આપી છે.
કંપનીએ બીએસઈએ જણાવ્યુ છે કે તેના પ્લાન્ટ 15 ઓગસ્ટથી બંધ છે અને તે 18 ઓગસ્ટ સુધી બંધ રહેશે. તેમણે ક્હ્યુ છે કે વાર્ષિક અભ્યાસ અને હાલની માંગના હિસાબથી વિનિર્માણના સમાયોજન કરવા માટે આમ કરવામાં આવ્યું છે. કંપનીએ ક્હ્યુ છે કે આ સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને વીકેન્ડના કારણે વાર્ષિક રજાનો પણ હિસ્સો છે. પરંતુ આશંકિપણે આ નરમ પડતી બજારની માંગનો પણ સંકેત આપે છે. મહત્વપૂર્ણ ચે કે ગાડીઓની માંગમાં નરમાશને કારણે વિભિન્ન વાહન નિર્માતા કંપનીઓ ઉત્પાદન ઓછું કરી રહી છે.
ટીવીએસ ગ્રુપ માટે સ્પેરપાર્ટ્સ બનાવતી કંપની સુંદરમ-ક્લેટોન લિમિટેડ (એસસીએલ)એ શુક્રવારે કહ્યુ છે કે વાહન ક્ષેત્રમાં સુસ્તીને જોતા તે તમિલનાડુની પાડી ખાતેના કારખાનાના સંચાલનને બે દિવસ માટે બંધ કરશે. મહત્વપૂર્ણ છે કે આ મહીને બોશ લિમિટેડ, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓમાં પણ માંગ અને ઉત્પાદનમાં સામંજસ્ય બેસાડવા માટે પ્લાન્ટ કેટલાક દિવસો માટે બંધ કરવાની ઘોષણા કરી ચુકી છે.
એસસીએલએ 16 ઓગસ્ટ અને 17 ઓગસ્ટે સંચાલન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યુ છે કે આ વાહન ક્ષેત્રમાં કારોબારના સુસ્ત પડવાનું કારણ છે. બીજી તરફ મારુતિ સુઝુકીના ચેરમેન આર. સી. ભાર્ગવે કહ્યુ છે કે વાહન ઉદ્યોગમાં નરમાશને જોતા અસ્થાયી કર્મચારીઓના કોન્ટ્રાક્ટનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. જ્યારે સ્થાયી કર્મચારીઓ પર આનો પ્રભાવ પડયો નથી.
ભાર્ગવે કેટલીક ખાનગી ન્યૂઝચેનલો સાથેની વાતચીતમાં કહ્યુ છે કે આ કારોબારનો હિસ્સો છે. જ્યારે માંગ વધે છે, તો કોન્ટ્રાક્ટ પર વધારે કર્મચારીઓને ભરતી કરવામાં આવે છે અને જ્યારે માંગ ઘટે છે, ત્યારે તેમની સંખ્યાને ઓછી કરવામાં આવે છે. તેમણે કહ્યુ છે કે મારુતિ સુઝુકી સાથે જોડાયેલા ત્રણ હજાર અસ્થાયી કર્મચારીઓની નોકરી ચાલી ગઈ છે.
ભાર્ગવે પુનરોચ્ચાર કર્યો છે કે વાહન ક્ષેત્ર ઈકોનોમીમાં વેચાણ, સેવા, વીમા, લાયસન્સ, વિત્તપોષણ, ચાલક, પેટ્રોલ પંપ, પરિવહન સાથે જોડાયેલી નોકરીઓ પેદા કરે છે. તેમણે ચેતવણી આપી છે કે વાહન વેચાણમાં નાનકડો ઘટાડો નોકરીઓ પર મોટા પ્રમાણમાં અસર પાડશે.