પહેલૂ ખાન કેસમાં નીચલી અદાલતના નિર્ણય બાદ રાજસ્થાન સરકારે એક ખાસ બેઠક યોજી હતી, આ બેઠકમાં મુંખ્ય મંત્રી અશોક ગહલોતે હાઈકોર્ટમાં અરજી કરવાની સાથે સાથે તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે, સીએમ ગહલોતના આદેશ આપ્યા પછી તપાસ કરવામાં આવશે કે “ આ તપાસ કેટલા અંશે યોગ્ય છે અને અસરકારક છે,અને આ કેસની સાચી રીતે તપાસ થઈ રહી છે કે નહી”
ત્યારે બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીએ ગહલોત સરકાર પર નિશાન સાધ્યુ છે, માયાવતીએ કહ્યું કે“ રાજસ્થાન કોંગ્રેસ સરકારની લાપરવાહી અને નિષ્ફળતાના કારણે ખુબજ ચર્ચિત મોબલિન્ચિંગના પહેલૂ ખાન કેસમાંથી 6 આરોપીઓ નીચલી અદાલતમાંથી છૂટી શક્યા છે , આ ખુબજ દુખની વાત છે , પિડીતના પરિવારને ન્યાય અપાવવાના સંદર્ભે જો સરકાર સતર્ક રહતે તો આ આરોપીઓ મુક્ત ન થયા હોત ”
રાજસ્થાનના પહેલૂં મૉબલિન્ચિંગની ઘટનામાં અદાલતમાથી 6 આરોપીઓ મૂક્ત થઈ ચુક્યા છે, અલવરની જીલ્લા કોર્ટમાં પૂરાવાના અભાવના કારણે આરોપીઓને માત્ર શંકાના ડાયરામાં રાખીને મુક્ત કરવામાં આવ્યા છે.
આ કેસમાં પીડિતોના વકીલ યોગેન્દ્રસિંહ ખડાણાએ પણ સંકેત આપ્યો હતો કે ચુકાદાની નકલ મળ્યા બાદ તેનો વિશેષ અભ્યાસ કર્યા પછી આ નિર્ણયને તેઓ ઉચ્ચ અદાલતમાં પડકારશે. પહેલૂ ખાન કેસમાં કુલ 9 આરોપીઓ હતા. આ આરોપીઓમાંથી 3 સગીર હતા. બુધવારે કોર્ટે શંકાનો લાભ આપતા 6 આરોપીઓને નિર્દોષ કરાર આપીને છોડી મુક્યા હતા.
કોર્ટે તેના આદેશમાં વીડિયો ફૂટેજને પુરાવા તરીકે માન્ય રાખ્યા નહોતા, કોર્ટે તેના આદેશમાં કહ્યું છે કે પોલીસે વીડિયો ફૂટેજની એફએસએલ તપાસ બરાબર કરી નથી. આ સાથે કોર્ટે કહ્યું હતું કે, પહેલૂ ખાનનો પુત્ર આરોપીની ઓળખ બરાબર રીતે કરી શક્યો નથી. આ કારણોને ધ્યાનમાં લઈને કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ કરાર આપીને મુક્ત કર્યો હતા, ત્યારે હવે ફરી ગહલોત સરકારે તપાસના આદેશ આપ્યા છે.