“કોંગ્રેસના નેતાઓ અપરાધીઓથી પણ બદતર” : ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમારનું રાજીનામું
ઝારખંડ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડૉ. અજય કુમારે શુક્રવારે નવમી ઓગસ્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંદી સહીત 10 કોંગ્રેસી નેતાઓને મોકલેલા પોતાના રાજીનામામાં તેમણે પાર્ટીના પોતાના સાથીદારોને ગુનેગારોથી પણ બદતર ગણાવ્યા છે.
અજય કુમારે કહ્યુ છે કે તેમણે કોંગ્રેસ પાર્ટીને આગળ લઈ જવા માટે ઘણી ઈમાનદાર કોશિશો કરી છે. ઝારખંડમાં પાર્ટીની કમાન સંભાળ્યા બાદ તેઓ પાર્ટીને એકીકૃત અને જવાબદાર રીતે આગળ વધારવા ચાહતા હતા. પરંતુ મુઠ્ઠીભર લોકોના અંગત સ્વાર્થોને કારણે આમ થઈ શક્યું નહીં.
રાજનીતિમાં આવતા પહેલા આઈપીએસ અધિકારી તરીકેના પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા અજય કુમારે પોતાના રાજીનામામાં જણાવ્યુ છે કે હું પોલીસ વીરતા પુરષ્કારના સૌથી ઓછી વયના વિજેતાઓમાંથી એક છું. જમશેદપુરમાં માફિયાઓનો સફાયો કર્યો. હું આત્મવિશ્વાસથી કહી શકું છું, સૌથી ખરાબમાં ખરાબ અપરાધી પણ મારા આ સાથીદારોથી સારા દેખાય છે.
ડૉ. અજય કુમારે પોતાના પત્રમાં આરોપ લગાવ્યો છે કે રાજ્યના મોટાભાગના નેતા પાર્ટી પ્રત્યે વફાદાર નથી. તેમણે ક્હયુ છે કે પાર્ટીના કેટલાક નેતા જેવા કે સુબોધકાંત સહાય, રામેશ્વર ઉરાંવ, પ્રદીપ બલમુચૂ, ચંદ્રશેખર દુબે, ફુરકાન અંસારી અને ઘણાં અન્ય વરિષ્ઠ નેતા માત્ર રાજકીય પદોને હસ્તગત કરવામાં લાગેલા છે. વ્યક્તિગત લાભ માટે પાર્ટી હિતને તાક પર રાખવાનો દરેક શક્ય પ્રયત્ન કરી રહ્યા છે. તેમનો સહયોગ નહીં મળવા છતાં 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ ગત ચૂંટણીની સરખામણીએ 12 ટકા વધુ વોટ પ્રાપ્ત કર્યા હતા.
રાજીનામામાં તેમણે પાર્ટી કાર્યાલયમાં ખુદ પર હુમલો કરાવવા અને ગુંડાઓના રાખવાના આરોપ પણ પ્રદેશના નેતાઓ પર લગાવ્યા છે. તેમણે કહ્યુ છે કે સુબોધકાંત સહાય જેવા તથાકથિત કદ્દાવર નેતા પ્રદેશ પાર્ટી મુખ્યમથકમાં કિન્નરોને ઉત્પાત મચાવવા માટે પ્રોત્સાહીત કરવા બેહદ સ્તરહીન અને ઉતરતી હરકત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે તથાકથિત વરિષ્ઠ નેતા આ કામો માટે તો નાણાં ખર્ચ કરે છે, પરંતુ તેમાથી એકપણ પાંચ હજાર રૂપિયા પ્રતિ માસ પાર્ટી હિતમાં યોગદાન કરવા માટે તૈયાર નથી.
અઝય કુમારે કહ્યુ છે કે ઝારખંડના તમામ વરિષ્ઠ નેતા માત્ર પોતાના પરિવારો માટે લડે છે. એક નેતા પોતાના માટે બોકારો અને પુત્ર માટે પલામુની બેઠક ચાહે છે. એક નેતાને ભાઈ માટે હટિયા બેઠક જોઈએ. બીજા નેતા ઘાટશિલાથી પુત્રી માટે અને ખૂંટીથી ખુદ માટે બેઠક ચાહે છે. એક અન્ય નેતા જામતાડાથી પુત્ર માટે અને મધુપુરથી પુત્રી માટે બેઠક યાહે છે. એક નેતા અત્યાર સુધી લડવા તમામ ચૂંટણી હારીને પણ ગુમલાથી ટિકિટ ચાહે છે. આ નેતા હાઈકમાનની સંમતિથી બનેલા ગઠબંધનનું ત્યાં સુધી સમર્થન કરે છે, જ્યાં સુધી તેમની પોતાની બેઠક સુરક્ષિત રહે છે.