અમેરીકાના ઉદ્યોગપતિએ વેૈકટેશ્વર મંદિરને 14 કરોડનું દાન આપ્યુ
નામ ગુપ્ત રાખવાની શરતે આપ્યુ દાન
દાવનીરની મહાનતા
સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ કોઈને દાન આપતું હોય કે તેની જરુરીયાત પુરી કરતું હોય એટલે તરત સોશિયલ મિડિયામાં ફોટોઝ કે વિડિયો અપલોડ કરીને પોતે જ પોતાની મહાનતા લોકો સામે રાખતા હોઈ છે, પણ આજે અમે તેમને એવા બે વ્યક્તિઓની વાત કરીયે કે જેઓ એ 14 કરોડ જેટલી મોટી રકમ આંઘ્ર પ્રદેશના એક મંદિરને દાનમાં આપી છે પરંતુ મંદિરના સત્તાધીશો સામે તેમણે પોતાનું નામ ગુપ્ત રાખવાની શરત મુકી છે ત્યારે આ ઘોળ કલિયૂગમાં પણ આવા મહાન દાનકર્તા જોવા મળે તે ખુબ જ નવાઈ પામે તેવી વાત છે.
આંધ્રપ્રદેશનું વૈંકટેશ્વર મંદિર વર્ષોથી શ્રધ્ધાળુંઓની આસ્થાનું પ્રતિક બની રહ્યું છે,ત્યારે અમેરીકામાં રહેનારા મૂળ બે ભારતીય વેપારીઓએ તિરુમલાના પાસે આવેલું પ્રસિધ્ધ ભગવાનનું વૈંકટેશ્વર મંદિર માટે 14 કરોડ રુપિયાનું દાન કર્યું છે પરંતુ આ બન્ને ઉદ્યોગપતિએ પોતાનાનું નામ જાહેર કરવાની સાફ ના પાડી છે અને તેજ શરત પર તેમણે આ દાન કર્યું છે
ત્યારે દાન અંગેની જાણકારી મંદીરના એક અધિકારીએ આપી છે, અધિકારીના જણાવ્યા મુજબ દાનઆપનારે નામ ગુપ્ત રાખવાની શરતે જ આ દાન મંદીરને આપવામાં આવ્યું છે. આ વેપારીવર્ગે આગ્રહ કરતાની સાથે શ્રી વરલક્ષ્મી વ્રત પર દાન પ્રદાન કર્યું છે, અધિરાકીએ જણાવ્યું કે તેઓ એ પોતાના પરિવાર સાથે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને 14 કરોડ રુપિયાનો ડિમાંડ ડ્રાફ્ટ 2000 વર્ષ જુના મંદિરના વહીવટકર્તા તિરુમલા તિરુપતિ દેવસ્થાનમના વિશેષ અધિકારીઓને સોપવામાં આવ્યો હતો.
જ્યારે આ યાત્રાળુઓએ મંદિરના સત્તાધીશોને દાનનો પયોગ ટીટીડી દ્રારા સંચાલિત વિવિધ લોક કલ્યાણ ટ્રસ્ટ માટે કરવા વિનંતી કરી હતી.આ બંને ભક્તોએ સતત બીજા વર્ષે આટલી મોટી રકમ દાનમાં આપી છે. અધિકારીએ જણાવ્યું કે ગયા વર્ષે આ શ્રધ્ધાળુંઓ એ 13.5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા, ત્યારે પમ તેમનું નામ ગુપ્ત રાખવામાં જ આવ્યું હતું.