સમજૌતા એક્સપ્રેસ રદ્દ કર્યા બાદ મુનાબાવ-કોખરાપાર ટ્રેન સેવા રદ્દ કરી છે. તેની સાથે થાર એક્સપ્રેસ રોકવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના જોધપુરથી થાર એક્સપ્રેસ પાકિસ્તાન જાય છે.
આના પહેલા જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ-370 હટાવાયા બાદ પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ રોકી હતી. પાકિસ્તાને પોતાની ટ્રેન ડ્રાઈવર અને ગાર્ડને સમજૌતા એક્સપ્રેસની સાથે મોકલવાનો ઈન્કાર કર્યો છે.
જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ-370 હટાવાયા બાદથી પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર સતત ટાંગ અડાવી રહ્યું છે. જ્યારે ભારત સ્પષ્ટ શબ્દોમાં આને પોતાનો આંતરીક મામલો ગણાવી ચુક્યું છે. પાકિસ્તાને કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાના નિર્ણયને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો છે.
યુએનમાં પાકિસ્તાનના રાજદૂત મલીહા લોધીએ આ મુદ્દાને યુએનમાં ઉઠાવ્યો છે. તેમણે આના સંદર્ભે કહ્યુ છે કે આજે મે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના ચીફ સ્ટાફ મારિયા લુઈસા રિબેરો વિયોટી સાથે મુલાકાત કરી છે. તેમની સામે કાશ્મીર પર ભારતના નિર્ણય સંદર્ભે જાણકારી આપી અને કહ્યુ છે કે સુરક્ષા પરિષદના પ્રસ્તાવોનું અનુપાલન કરવા માટે સંયુક્ત રાષ્ટ્રને દખલ કરવી જોઈએ.
ભારત અને પાકિસ્તાન શિમલા સમજૂતી હેઠળ આ વાત માટે રાજી થયા હતા કે તે એકબીજાના સાર્વભૌમત્વનું સમ્માન કરશે. કોઈના આંતરીક મામલામાં દખલગીરી નહીં કરે. દુબેએ કહ્યુ છે કે પાકિસ્તાન કાશ્મીરને લઈને ભારતના આંતરીક મામલામા દખલ કરી રહ્યું છે, જે શિમલા સમજૂતીની વિરુદ્ધ છે. પ્રેસિડેન્શિયલ ઓર્ડર બાદ કાશ્મીર ભારતના અભિન્ન હિસ્સા બની ચુક્યું છે. માટે હવે આ મામલા પર કોઈ દેશ દખલ કરી શકે નહીં. જો પાકિસ્તાન દખલ આપે છે, તો તે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પણ ઉલ્લંઘન છે.
શિમલા સમજૂતીમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે બંને દેશ એકબીજા વિરુદ્ધ પ્રોપેગેન્ડા ફેલાવશે નહીં. શિમલા સમજૂતી પ્રમાણે બંને દેશ પરસ્પર વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે પણ સંમત થયા. આ સમજૂતીમાં આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે બંને દેશ સામાન્ય લોકોની વચ્ચે સંપર્કને વધારવા માટે સંબંધોને મજબૂત કરવા માટે પગલા ઉઠાવશે. તેમા સૌહાર્દપૂર્ણ સંબંધો બનાવવાને લઈને પણ કરાર કરવામાં આવ્યો હતો. આ સિવાય કારોબાર વધારવા માટે પણ બંને દેશ પગલા ઉઠાવશે. તેની સાથે જ વિજ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં પરસ્પર આદાન-પ્રદાન વધારવા માટે પણ સમજૂતી કરવામાં આવી છે.