કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અને કલમ-370ને અસરહીન કર્યા બાદ બોર્ડર અને ખીણ વિસ્તારમાં તણાવનો માહોલ છે. ભારતીય સેનાએ આ તણાવ વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે વધારાની બ્રિગેડની તેનાતી કરી દીધી છે. સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાન બોર્ડર પાસે પોતાની નાપાક હરકતને અંજામ આપી શકે છે, તેના કારણે ભારતે પણ પુરી તૈયારી કરી રાખી છે.
સેનાના સૂત્રો મુજબ, સેનાએ એવા કેટલાક સ્થાનોને પણ ચિન્હિત કર્યા છે, જ્યાં પર પાકિસ્તાની સમર્થક ભાગલાવાદી સંગઠન માહોલને બગાડવાની કોશિશ કરી શકે છે. આ ચિન્હિત સ્થાન કાશ્મીર ખીણની અંદર છે.
આને જોતો એલઓસીના ઉત્તરપૂર્વ વિસ્તારમાં એક આખી બ્રિગેડની તેનાતી કરી છે. જેના કારણે પાકિસ્તાન બોર્ડર પરથી આતંકવાદીઓની ઘૂસણખોરીની કોશિશ કરે તો તેને નાકામ કરી શકે છે. આના પહેલા પણ આ બ્રિગેડ આ ભાગમાં તેનાત હતી, જ્યાં આતંકવાદીઓને રોકવામા આવ્યા હતા. આ બધું અમરનાથ યાત્રાને જોતા કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે ખુદ વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો સાથે ઘણી બેઠકો કરી છે અને ચિન્હિત સ્થાનો પર સુરક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરી છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં અનુચ્છેદ-370ને નબળી બનાવતા પહેલા જનરલ બિપિન રાવતે કાશ્મીર ખીણની મુલાકાત લીધી હતી. અહીં તેમણે તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાલ કાશ્મીરમાં છે. તેઓ ત્યાં સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને સામાન્ય લોકો સાથે પણ મુલાકાતો કરી રહ્યા છે. બુધવારે પણ તેમણે શોપિયાંમાં સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી અને કેન્દ્ર સરકારના નિર્ણય સંદર્ભે તેમનો અભિપ્રાય જાણ્યો હતો.
સુરક્ષાની દ્રષ્ટિથી હાલ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લડાખના વિસ્તારોમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. કાશ્મીર ખીણમાં મોબાઈલ ફોન, ઈન્ટરનેટ અને ટીવી કેબલની સુવિધાઓ હજી પણ બંધ છે. જો કે જરૂરી સરસામાન માટે લોકોને બજારમાં જવાની છૂટ આપવામાં આવી છે.