કોંગ્રેસના નેતા અધીર રંજને કાશ્મીરની તુલના હિટલરના નાઝી કેમ્પ સાથે કરીને કર્યો બીજો “સેલ્ફ ગોલ”
લોકસભામાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ છે કે કાશ્મીર મુદ્દો ભારતનો આંતરીક મામલો છે. અમે કોઈપણ કાયદો બનાવી શકીએ છીએ. આ અમારો અધિકાર છે. ભારત સાથે વેપારને બંધ કરવાના પાકિસ્તાનનના નિર્ણય પર અધીર રંજને કહ્યુ છે કે મને ખબર નથી કે તે (પાકિસ્તાન) કંઈક કરવા જઈ રહ્યું છે.
અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે કે પીએમ મોદીએ લાલકિલ્લા પરથી ઘોષણા કરી હતી કે અમે કાશ્મીરીઓને ગોળીઓથી નહીં, પરંતુ તેમને ગળે લગાવીને આગળ વધીશું. પરંતુ આજે કાશ્મીરને કોન્સેન્ટ્રેશન કેમ્પ બનાવી દેવામાં આવ્યું છે. ન કોઈ મોબાઈલ અથવા ઈન્ટરનેટ કનેક્શન નથી, કોઈ અમરનાથ યાત્રા નથી, ત્યાં શું થઈ રહ્યું છે?