જમ્મુ-કાશ્મીર રાજ્યમાં લાગુ કલમ-370ને અસરહીન કરાયા બાદ અને રાજ્યના પુનર્ગઠનના મામલા વચ્ચે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અહીં અજંપા ભરેલી શાંતિ છે.
ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેઓ હાલ રાજ્યમાં જ છે.
મંગળવારે અજિત ડોભાલ જમ્મુ-કાશ્મીરમાં તેનાત સુરક્ષાકર્મીઓ સાથે જોવા મળ્યા હતા. તો શોપિયાંની સડક પર સ્થાનિક કાશ્મીરીઓ સાથે ડોભાલ ભોજન કરતા પણ જોવા મળ્યા હતા.
જમ્મુ-કાશ્મીરની સ્થિતિ હાલ શાંતિપૂર્ણ છે અને સુરક્ષાદળોની મોટા પ્રમાણમાં તેનાતી વચ્ચે રાજ્યમાં 100 જેટલા લોકોને અત્યાર સુધીમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.