જમ્મુ-કાશ્મીરમાં એક પખવાડિયાથી ચાલી રહેલી ગરમાગરમી અને સૈન્ય હલચલ વચ્ચે કાશ્મીર ખીણથી દિલ્હી સુધી બનેલી અસમંજસતાની સ્થિતિ આજે લગભગ સમાપ્ત થઈ ચુકી છે. દેશના ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં અનુચ્છેદ-370ના તમામ ખંડને લાગુ નહીં કરવાનો સંકલ્પ રજૂ કર્યો છે. અનુચ્છેદ-370માં હવે માત્ર એક જ ખંડ રહેશે. આવો જાણીએ કે આખરે અનુચ્છેદ-370 છે, શું અને તેના પર વિવાદ કેમ ઘેરાય રહ્યો છે…
અનુચ્છેદ-370
આ અનુચ્છેદ જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપે છે. તેના પ્રમાણે, ભારતીય સંસદ જમ્મુ-કાશ્મીરના મામલામાં માત્ર ત્રણ ક્ષેત્રો- સંરક્ષણષ વિદેશ મામલા અને દૂરસંચાર માટે કાયદો બનાવી શકે છે. તેના સિવાય કોઈ કાયદાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની મંજૂરી જોઈતી હોય છે.
અનુચ્છેદ-370ની કેમ પડી હતી જરૂરત
ગોપાલસ્વામી આયંગરે કલમ-306-એનું પ્રારૂપ રજૂ કર્યું હતું. બાદમાં આ કલમ-370 હતી. આ અનુચ્છેદ હેઠળ જમ્મુ-કાશ્મીરના અન્ય રાજ્યોથી અલગ અધિકાર મળ્યા. 1951માં રાજ્યની બંધારણીય સભા અલગથી બોલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. નવેમ્બર-1956માં રાજ્યના બંધારણનું કાર્ય પૂર્ણ થયું હતું. 26 જાન્યુઆરી-1957ના રાજ્યમાં વિશેષ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું.
આર્ટિકલ-370 સાથે જમ્મુ-કાશ્મીરની પાસે હતા આ વિશેષાધિકાર
કલમ-370 હેઠળ સંસદને જમ્મુ-કાશ્મીર સંદર્ભે સંરક્ષણ, વિદેશ મામલા અને સંચારના વિષયમાં કાયદા બનાવવાનો અધિકાર હતો.
અલગ વિષયો પર કાયદો લાગુ કરવા માટે કેન્દ્રને રાજ્ય સરકારની સંમતિ લેવી પડતી હતી.
જમ્મુ-કાશ્મીર રાજ્ય પર બંધારણની કલમ356 લાગુ થતી નથી. રાષ્ટ્રપતિ પાસે રાજ્યના બંધારણને બરખાસ્ત કરવાનો અધિકાર ન હતો.
શહેરી જમીન કાયદો (1976) પણ જમ્મુ-કાશ્મીર પર લાગુ થતો ન હતો.
જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકતા ન હતા.
કલમ-370 હેઠળ ભારતીય નાગરિકને વિશેષાધિકાર પ્રાપ્ત રાજ્ય સિવાય ભારતમાં ક્યાંય પણ જમીન ખરીદવાનો અધિકાર હતો.
કલમ-370ની મહત્વની વાતો
જમ્મુ-કાશ્મીરમાં બહારના લોકો જમીન ખરીદી સકતા
ન હતા.
જમ્મુ-કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ છ વર્ષનો હતો.
ભારતની સંસદ જમ્મુ-કાશ્મીરના સંદર્ભે ઘણાં મર્યાદીત માળખામાં કાયદો બનાવી શકતી હતી.
જમ્મુ-કાશ્મીરમાં મહિલાઓ પર શરિયત કાયદો લાગુ થતો હતો.
જમ્મુ-કાસ્મીરની કોઈ મહિલા જો ભારતના કોઈ અન્ય રાજ્યના વ્યક્તિ સાથે લગ્ન કરે છે, તો તે મહિલાની જમ્મુ-કાશ્મીરની નાગરીકતા સમાપ્ત થઈ જતી હતી.
જો કોઈ કાશ્મીરી મહિલા પાકિસ્તાનના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરતી હતી, તો તેના પતિને પણ જમ્મુ-કાશ્મીરની નાગરીકતા મળી જતી હતી.
જમ્મુ-કાશ્મીરમાં પંચાયત પાસે કોઈ અધિકાર ન હતો.
જમ્મુ-કાશ્મીરમાં કામ કરનારા પટાવાળાને આજે પણ અઢી હજાર રૂપિયા જ પગાર તરીકે મળતા હતા.
કાશ્મીરમાં લઘુમતી હિંદુઓ અને શીખોને 16 ટકા અનામત પણ મળતું ન હતું.
જમ્મુ-કાશ્મીરનો ઝંડો અલગ હતો
જમ્મુ-કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરીકતા હતી
જમ્મુ-કાશ્મીરમાં ભારતના રાષ્ટ્રધ્વજ અથવા રાષ્ટ્રીય પ્રતીકોના અપમાન ગુનો ન હતા. અહીં સુપ્રીમ કોર્ટના આદેશ માન્ય ન હતો.
કલમ-370ના કારણે કાશ્મીરમાં રહેતા પાકિસ્તાનીઓને પણ ભારતીય નાગરીકતા મળી જતી હતી
આરટીઆઈનો કાયદો પણ લાગુ થતો ન હતો.
શિક્ષણનો અધિકાર (આરટીઈ) લાગુ થતો ન હતો. અહીં કેગ પણ લાગુ થતો ન હતો.