કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરની પુનર્રચના બિલ રજૂ કર્યું છે. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીરથી લડાખને અલગ કરી દેવામાં આવ્યું છે.
લડાખને વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો છે. અમિત શાહ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લડાખના લોકોની લાંબા સમયથી માગણી રહી હતી કે લડાખના કેન્દ્રશાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે. જેથી અહીં રહેતા લોકો પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે.
રિપોર્ટ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરના અલગથી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે.