નવી દિલ્હી: કાશ્મીરમાં તણાવની વચ્ચે શિવસેનાએ પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તિને લઈને આકરું નિવેદન આપ્યું છે. શિવસેનાએ ક્હ્યું છે કે અનલોફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ હેઠળ પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તિને આતંકવાદી ઘોષિત કરવા જોઈએ અને આતંકવાદની ભાષા બોલવા બદલ તેને જેલમાં મોકલવા જોઈએ.
શિવસેનાના મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યું છે કે મહબૂબા મુફ્તિએ અનુચ્છેદ-35-એ પર ધમકી આપી છે. કાશ્મીરના લોકોને બલિદાન માટે તૈયાર રહેવું જોઈએ કહીને ઉશ્કેરણી કરી છે. મહબૂબા મુફ્તિ ભાગલાવાદીઓની ભાષા બોલી રહ્યા છે.
શિવસેનાએ કહ્યું છે કે મહબૂબા મુફ્તિની આવી ભાષાને ગૃહપ્રધાને સહન કરવી જોઈએ નહીં. આ આતંકવાદની ભાષા છે.
મહત્વપૂર્ણ છે કે મહબૂબા મુફ્તિ અને ઓમર અબ્દુલ્લાને નજરકેદ કર્યા છે. આ સિવાય પણ કેટલાક ભાગલાવાદી નેતાઓને નજરકેદ કરાયા છે અથવા અટકાયત કરાઈ છે.