ઝૌહર યૂનિવર્સિટીનો વિવાદ વકર્યો
લાઈબ્રેરીમાંથી વર્ષો જુના પિસ્તકો મળી આવ્યા
1774માં ચોરી થયેલા પુસ્તકો આ લાઈબ્રેરીમાંથી મળ્યા
આઝમખાન સહિત આલે હસન વિરુદ્વ કાર્યવાહી
ચાર લોકોની ધરપકડ
આઝમખાન સામે અનેક કેસ નોંધાયા છે
ગેરકાયદેસર જમીન પચાવવાનો મામલો
ઉત્તર પ્રદેશના રામપુરમાં ઝૌહર યૂનિવર્સિટી પર અધિકારો દ્રારા રેડ પાડવામાં આવી હતી આ ઝૌહર યૂનિવર્સિટી સમાજવાદી પાર્ટીના વરીષ્ટ નેતા અને સાંસદ આઝમખાનની છે, આ ઝૌહર યૂનિવર્સિટીની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે અને ઝૌહર યૂનિવર્સિટીની પુરેપુરી તપાસ કરવામાં કરવામાં આવી હતી, આ શોધખોળ દરમિયાન વર્ષો પહેલા ચોરી થયેલા પુસ્તકો આ યૂનિવર્સિટીમાંથી મળી આવ્યા છે.
આ ઝૌહર યૂનિવર્સિટીમાં શાધખોળ સમયે પોલીસને અહિ થી અંદાજે 300 પુસ્તકો મળ્યા છે આ પુસ્તકો વર્ષો પહેલા ચોરી થયા હતા અંદાજે 100 થી 150 વર્ષ જુના પુસ્તકો છે, આ ઘટનાને લઈને અત્યાર સુધી ચાર લોકોની ધડપકડ કરવામાં આવી છે, પોલીસ જય પાલ શર્મનું કહેવું છે કે “વર્ષ 1774માં રામપુરમાં સ્થાપિત મદ્રેસા આલિયામાથી પ્રાચીન પુસ્તકોની ચોરી કરવામાં આવી હતી જે પુસ્તકો હાલ ઘણા વર્ષ પછી ઝૌહર યૂનિવર્સિટીમાથી મળી આવ્યા છે ”
ઝૌહર યૂનિવર્સિટી સમાજવાદી પાર્ટીના નેતા અને સાંસદ આઝમખાનની છે, ત્યારે હાલ આ ઝૌહર યૂનિવર્સિટીની બહાર મોટે પાયે પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જાણવા મળતી માહિતી મુજબ મદ્રેસાએ આસિયામાંથી ચોરી થયેલા પુસ્તકો આ ઝૌહર યૂનિવર્સિટીમાં છે તેવી માહિતી મળતા અહિ રેડ પાડવામાં આવી હતી , ઝૌહર યૂનિવર્સિટીની અદંર બનેલી મુમતાઝ સેંન્ટ્રલ લાઈબ્રેરીમાં સીઓ સહીત પોલીસ અધિકારીઓ એ શોધખોળ આદરી હતી ત્યારે પોલીસે અહિથી 4 લોકોની ધરપકડ પમ કરી છે ઘટના સમયે પાલીસ અધિકારી અજય શર્મા અને અરુણ કુમાર હાજર હતા.
આ પહેલા પણ ઝૌહર યૂનિવર્સિટી વિરુદ્વ કેટલીક ફરિયાદો નોંધાઈ હતી અને કાર્યવાહી કરવાની સુચના પમ આપવામાં આવી હતી ત્યારે 25 જુલાઈના રોજ રામપુરના ઉપ જીલ્લા અધિકારીએ યૂનિવર્સિટીમાંથી પસાર થતા સામાન્ય રસ્તાપર જે કબ્જો કરવામાં આવ્યો હતો તેને હટાવવાની માંગ કરી હતી તે ઉપરાંત વળતકરના ભાગરુપે આઝમખાનને 3 કરોડ 27 લાખ 60 હજાર રુપિયા પવાનું પણ કહેવામાં આવ્યું હતું તથા આઝમખાનને જ્યા સુધી જગ્યા ખાલી ન કરે ત્યા સુધી 9 લાખ 10 હજાર રુપિયા દર મહિને લોક નિર્માણ વિભાગને જમા કરાવવા સુચવવામાં આવ્યું હતું
25 જુલાઈના રોજ અદાલતે ઝૌહર યૂનિવર્સિટીની 7 હેકર જમીનના પટ્ટાને હટાવ્યો હતો જે જમીન 2013માં 30 વર્ષ માટે મૌલાના મોહમ્મદ અલી ઝૌહર ટ્રસ્ટના સંયુક્ત સચિવ નસીર અહમદ ખાનના નામ પર લેવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે ઝૌહર યૂનિવર્સિટીના અધિકારી આલે હસનના વિરુદ્વ લુક આઉટ નોટીલ રજુ કરી હતી, આલે હસન આઝમખાનના નજદીકી સહયોગી હતા,તેમના આંતરરાષ્ટ્રીય હવાઈમથકો, બંદરો અને જમીનની સરહદો પર લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે, રામપુરના પોલીસ અજય પાલ શર્માએ જણાવ્યું કે “જમીન પર દબાણ કરવા તેમજ બળજબરીથી જમીન પચાવવાના 27 કેસોમાં આરોપી હસનના વિરુદ્વ એલઓસી રજુ કરવામાં આવી છે ”
આલે હસન યૂપી પોલીસથી સેવા રિટાયર્ડ પછી વર્તમાન સમયમાં સુરક્ષા પ્રભારી છે અને આઝમખાનની ઝૌહર યૂનિવર્સિટીમાં ફરજ બજાવે છે,રામપુરના એસપીએ જણાવ્યું હતું કે, “મોહમ્મદ અલી ઝૌહર યુનિવર્સિટીના વહીવટી અધિકારી અને મેનેજરને જે જમીન માટે યુનિવર્સિટી અને તેના કુલપતિએ ખેડુતો પાસેથી ખરીદવાનો દાવો કર્યો હતો તે જમીનના દસ્તાવેજો રજૂ કરવા કહેવામાં આવ્યું છે.ત્યારે ખેડૂતોએ આઝમખાન વિરુદ્વ ફરિયાદ નોંધાવી છે.