લોકસભામાં બુધવારે ગૃહ મંત્રાલય તરફથી રજૂ કરવામાં વેલા અનલોફુલ એક્ટિવિટી (પ્રિવેન્શન) અમેન્ડમેન્ટ એક્ટ-યુએપીએ પર ચર્ચા થઈ છે. લોકસભામાં યુએપીએ સંશોધન બિલ-2019 પારીત થયું છે. તેની તરફેણમાં 288 અને વિરુદ્ધમાં માત્ર આઠ વોટ પડયા હતા.
આ પહેલા લોકસભામાં બુધવારે કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષે કાશ્મીર મધ્યસ્થતાવાળા ટ્રમ્પના નિવેદન પર વડપ્રધાનનું સ્પષ્ટીકરણ માગતા હંગામો શરૂ કર્યો હતો. લોકસભામાં યુએપીએ 2019 બિલ પર થયેલી ચર્ચાનો ગૃહ પ્રધાન અમિત શાહે જવાબ આપ્યો હતો. આ બિલને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવાની માગણી પર કોંગ્રેસે લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
અમિત શાહે કહ્યુ હતુ કે આતંકવાદની વિરુદ્ધ તમામ પક્ષો એક થાય. પાકિસ્તાન, ઈઝરાયલ જેવા દેશોમાં પણ આતંકવાદની વિરુદ્ધ કડક કાયદા છે. તેમણે ક્હ્યુ છે કે શાસનનું દાયિત્વ છે કે સુરક્ષા એજન્સીઓને દંતવિહીન કાયદો આપે નહીં. તે પુછો છો, આતંકવાદની વિરુદ્ધ કઠોર કાયદા કેમ બનાવી રહ્યા છો? હું કહું છું, આતંકવાદ વિરુદ્ધ કડકમાં કડક કાયદો હોવો જોઈએ. આતંકવાદ બંદૂકથી પેદા થતો નથી. આતંકવાદ ઉન્માદ ફેલાવનારા પ્રચારમાંથી પેદા થાય છે.
લોકસભામાં બુધવારે ગૃહ મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા યુએપીએ 2019ના બિલ પર ચર્ચા થઈ હતી. વિપક્ષ તરફથી આ ચર્ચા દરમિયાન બિલનો આકરો વિરોધ કરવામાં આવ્યો હતો અને ઘણાં પ્રકારના સવાલોઉભા કરવામાં આવ્યા હતા. ચર્ચાના જવાબમાં ગૃહ પ્રધાન અમિત શાહે પણ આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યુ હતુ કે આજે સમયની માગણી છે કે આતંકવાદની વિરુદ્ધ કડક કાયદો બનાવવામાં આવે. તેની સાથે જ તેમણે એમ પણ કહ્યુ છે કે કાયદાના દિલમાં અર્બન નક્સલીઓ માટે કોઈ દયા નથી.એક લાંબી ચર્ચા બાદ લોકસભામાં આ બિલ પારીત થઈ ગયું.
લોકસભામાં અમિત શાહે કહ્યુ કે આ કાયદો ઈન્દિરા ગાંધીની સરકાર લઈને આવી હતી. અમે તો બસ આમા નાનકડું સંશોધન કરી રહ્યા છીએ. પરંતુ વિપક્ષના જે નેતા તેનો વિરોધ કરી રહ્યા છે, તેમણે યાદ રાખવું જોએ કે જ્યારે તેમમે આ બિલમાં સંશોધન કર્યું હતું, તો તે પણ સાચું હતું અને આજે જે અમે કરી રહ્યા છીએ, તે પણ સાચું છે.
અર્બન નક્સલીઓને લઈને તેમણે કહ્યુ કે સામાજીક જીવનમાં દેશ માટે કામ કરનારા ઘણાં લોકો છે. પરંતુ અર્બન માઓઈજ્મ માટે જે કામ કરે છે, તેમના માટે અમારા દિલમાં બિલકુલ પણ સંવેદના નથી.
કાયદાના દુરુપયોગના સવાલ પર ગૃહ પ્રધાને કહ્યુ છે કે આ બિલમાં જોગવાઈ છે કે કોઈ વ્યક્તિને ક્યારે આતંકવાદી ઘોષિત કરવામાં આવશે. તેમણે કહ્યુ છે કે આતંકવાદ બંદૂકથી નહીં, પરંતુ પ્રચાર અને ઉન્માદથી પેદા થાય છે. આમ કરનારાઓને આતંકવાદી ઘોષિત કરવામાં કોઈને વાંધો કેમ પડી રહ્યો છે?
અમિત શાહે કહ્યુ છે કે વિપક્ષ કહી રહ્યો છે કે સરકાર આના દ્વારા કોઈપણ કોમ્પ્યુટરમાં ઘૂસી જશે. જો આતંકવાદ સાથે જોડાયેલું કામ કરશે, તો પોલીસ તમારા કોમ્પ્યુટરમાં જરૂરથી ઘૂસશે.
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ છે કે જો કે આ બિલમાં પણ અમે અપીલ મટે વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. અમિત શાહે કહ્યુ છે કે જે લોકો યુપીએ સરકારના કાર્યકાળમાં અમારી વિરુદ્ધ તપાસ કરી રહ્યા હતા, તેઓ આજે એનઆઈએમાં કાર્યરત છે. ત્યારે તેમના પર ભરોસો હતો, તો આજે કેમ નથી?
અમિત શાહે કહ્યુ છે કે જો વ્યક્તિના મનમાં આતંકવાદ છે, તો સંગઠનને પ્રતિબંધિત કરવાથી કંઈ થશે નહીં, ત્યારે તે નવું સંગઠન બનાવી લેશે. આ કારણથી વ્યક્તિને પણ આતંકવાદી ઘોષિત કરવાની જોગવાઈ લાવવી જરૂરી છે. તેમણે ચર્ચામાં જવાબ આપતી વખતે અમેરિકા, યુએન, ચીન, ઈઝરાયલ અને પાકિસ્તાન જેવા દેશોના પણ ઉદાહરણ આપ્યા હતા.