કર્ણાટક: વિશ્વાસ મત પર ત્રીજી ડેડલાઈન પણ સમાપ્ત, કુમારસ્વામીએ ક્હ્યુ- બંડખોરોનું રાજકીય ભવિષ્ય થશે ખતમ
બેંગલુરુ: કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત પર ત્રીજી ડેડલાઈન પણ મંગળવારે સાંજે છ વાગ્યે સમાપ્ત થઈ ગઈ છે. આ ડેડલાઈન સુધીમાં પણ મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ બહુમતી સાબિત કરી નથી. તેમણે કહ્યુ છે કે તેઓ એક્સિડેન્ટલ સીએમ છે. તેમણે કહ્યુ કે બંડખોર ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવામાં આવશે અને તેમનું પોલિટિકલ કરિયર ખતમ થઈ જશે. સ્પીકર રમેશ કુમારે સોમવારે કહ્યુ હતુ કે મંગળવારે છ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરાવી લેવામાં આવે. આ ઘટનાક્રમ વચ્ચે બેંગલુરુના પોલીસ કમિશનર આલોક કુમારે આગામી 8 કલાક સુધી શહેરમાં કલમ-144 લાગુ કરી દીધી છે.
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે ગત પંદર દિવસથી એચ. ડી. કુમારસ્વામીની સરકાર પર બહુમતી સાબિત કરવાનું સંકટ છે. વિધાનસભામાં વિશ્વાસ મતના પ્રસ્તાવ પર વોટિંગ થવાની શક્યતા છે. તેને લઈને ગૃહમાં ચર્ચા ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટાં ફરીએ એકવાર આ મામલા પર સુનાવણી ટળી ગઈ છે.
ગૃહમાં કુમારસ્વામીએ ક્હ્યુ છે કે મે કર્ણાટકના ખેડૂતોને ઠગ્યા નથી. મીડિયાનું કહેવું છે કે ટ્રેક્ટર અને હોમલોનની ચુકવણી કરી નથી. તાજ વેસ્ટ એન્ડ હોટલમાં રહેવાને લઈને કુમારસ્વામીએ ક્હયુ છે કે જ્યારે ગુલામ નબી આઝાદે મને ફોન કર્યો હતો, હું એક હોટલમાં હતો. ગુલામ નબી આઝાદે કહ્યુ કે તમામ કોંગ્રેસના નેતા મને અને ગઠબંધનની સરકારને ટેકો આપશે. હોટલનો તે રૂમ મારા માટે લકી હતો.
કુમારસ્વામી કદાચ રાજીનામા પહેલા આખરીવાર વિધાનસભાને સંબોધિત કરી રહ્યા છે. કુમારસ્વામીના ભાષણ બાદ વિધાનસભામાં વિશ્વાસમત માટે વોટિંગ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે વિશ્વાસમત પહેલા જ કુમારસ્વામી સીએમ પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે. કુમારસ્વામીએ ક્હયુ છે કે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી છું. હું ફિલ્મ પ્રોડ્યુસર હતો. હું તેના સંદર્ભે વાત કરી રહ્યો છું, કારણ કે વિપક્ષી નેતા, જે અહીં બિલુકલ બોલ્યા નથી, તેમણે ભૂતકાળમાં ખૂબ અલગ વ્યવહાર કર્યો છે. વિપક્ષ મારા પિતા દેવેગૌડાને આ સરકારના પતનનું કારણ ગણાવી રહ્યા છે. કૃપા કરીને તેમના સંદર્ભે વાત કરો નહીં, અમારા માટે બોલો કારણ કે અમે ભૂલો કરી છે.
કુમાર સ્વામીએ ક્હયુ છે કે હું રાજકારણમાં અકસ્માતે આવ્યો. હું હંમેશા રાજકારણથી દૂર રહેવા માંગતો હતો. મારી પત્નીએ લગ્ન દરમિયાન કહ્યુ હતુ કે તે કોઈ રાજનેતા સાથે લગ્ન કરવા માંગતી નથી. હવે તે પણ ધારાસભ્ય છે. આ માત્ર યોગાનુયોગ છે. હું ફિલ્મ બેકગ્રાઉન્ડથી છું. હું પ્રોડ્યુસર હતો.
કુમારસ્વામીએ કહ્યુ છે કે સ્પીકર સર તમે જો દુખી થયા છો, તો હું તમારી માફી માંગુ છું. હું કર્ણાટકની જનતાની પણ માફી માગવા ચાહું છું. હું ગત દશ દિવસોના ઘટનાક્રમ સંદર્ભે વાત કરીશ નહીં. કૃષ્ણા બાયરેગૌડા પહેલા જ કાયદાકીય બંધારણીય સ્થિતિ બાબતે વાત કરી ચુક્યા છે.
ગૃહમાં જ્યારે ચર્ચા શરૂ થઈ, તો સત્તા પક્ષમાં મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર હતા. તેના પર સ્પીકર રમેશ કુમારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે ગઠબંધન સરકારના ધારાસભ્યો ક્યાં છે? આના પહેલા રાજીનામું આપનારા બંડખોર ધારાસભ્યોએ સ્પીકરને એક પત્ર લખ્યો, તેમણે માગણી કરી કે તેમને મુલાકાત માટે ચાર સપ્તાહનો સમય આપવામાં આવે. આ બંડખોરોને સ્પીકરે સોમવારે મળવા માટે નોટિસ મોકલી હતી.
સુપ્રીમ કોર્ટમાં બંડખોર ધારાસભ્યોની અરજી પર બુધવારે સુનાવણી થશે. કાર્યવાહી દરમિયાન સ્પીકરે કહ્યુ કે હું એક આદેશ પારીત કરીશ. સુપ્રીમ કોર્ટના આદેશને સમજવામાં વિલંબ થયો. તમામ ધારાસભ્યો ગૃહમાં ગરિમા જાળવી રાખે. આ સમય બરબાદ કરવાથી વિધાનસભા, સ્પીકર અને ધારાસભ્યોની છબી ધૂમિલ થઈ છે. સોમવારે કોંગ્રેસ અને જેડીએસના સદસ્યોએ ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. આ લોકોનું કહેવું હતું કે જ્યાં સુધી બંડખોર ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય થઈ જાય નહીં, ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ કરાવવો જોઈએ નહીં.
સોશયલ મીડિયા પર એક પત્ર સામે આવ્યો, તેમા દાવો કરવામાં આવ્યો કે આ કુમારસ્વામીનું રાજીનામું છે. આના પર કર્ણાટકના સીએમએ વિધાનસભામાં કહ્યુ છે કે મને આના સંદર્ભે માહિતી મળી છે. કહેવામાં આવે છે કે મે મારું રાજીનામું ગવર્નરને મોકલી દીધું છે. મને ખબર નથી કે કોણ મુખ્યપ્રધાન બનવાની રાહ જોઈ રહ્યું છે. કોઈએ મારા નકલી હસ્તાક્ષર કર્યા છે અને તેને સોશયલ મીડિયા પર પ્રસારીત કરી દીધો છે. આવા પ્રકારની નીચલા સ્તરની હરકત જોઈને હું આશ્ચર્યચકિત છું.
કોંગ્રેસના નેતા ડી. કે. શિવકુમારે કહ્યુ છે કે ભાજપ ખુરશી ચાહે છે, તો તેને સ્વીકારી કેમ રહ્યું નથી? તેઓ ઓપરેશન લોટસની વાત કેમ માની રહ્યા નથી? તેમમે બંડખોર ધારાસભ્યોના સંપર્કમાં હોવાની વાત સ્વીકારવી જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય કૃષ્ણા બાયરે ગૌડાએ ક્હયુ કે આપણે અસાધારણ પરિસ્થિતિઓમાં છીએ. હું સ્પીકરને અપીલ કરું છું કે વિશ્વાસ મત માટે વોટિંગથી પહેલા તેઓ રાજીનામાઓ પર નિર્ણય કરે.
સુપ્રીમ કોર્ટે સોમવારે બે અપક્ષ ધારાસભ્યોની અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઈન્કાર કર્યો હતો. રવિવારે કોંગ્રેસ-જેડીએસ સરકાર પાસેથી ટેકો પાછો લેનારા બે અપક્ષ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ માગણી કરી હતી કે સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપે. બીજી તરફ રાજ્યના એકમાત્ર બીએસપી ધારાસભ્ય એન. મહેશને પાર્ટી પ્રમુખ માયાવતીએ કુમારસ્વામીની તરફેણ કરવાના નિર્દેશ આપ્યા હતા. આના પહેલા એન. મહેશે કહ્યુ હતુ કે તેઓ ફ્લોર ટેસ્ટમાં તટસ્થ રહેશે. જો કે વિશ્વાસ મત પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પણ બીએસપીના ધારાસભ્ય ગૃહમાં ગેરહાજર હતા.
રાજ્યપાલ વજુભાઈ વાળાએ કુમારસ્વામીને બહુમતી સાબિત કરવા માટે શુક્રવારે બપોરે દોઢ વાગ્યા અને બાદમાં સાંજે છ વાગ્યા સુધીની ડેડલાઈન આપી હતી. પરંતુ મુખ્યપ્રધાને તે દિવસે વિશ્વાસમત સાબિત કર્યો નહીં. કુમારસ્વામીએ શુક્રવારે કહ્યુ હતુ કે મારા મનમાં રાજ્યપાલ માટે સમ્માન છે. પરંતુ તેમના બીજા પ્રેમ પત્રે મને આહત કર્યો. હું ફ્લોર ટેસ્ટનો નિર્ણય સ્પીકર પર છોડું છું. હું દિલ્હી દ્વારા નિર્દેશિત થઈ શકું નહીં. હું સ્પીકરને અપીલ કરું છું કે રાજ્યપાલ તરફથી મોકલવામાં આવેલા પત્રથી મારી રક્ષા કરે.
મુખ્યપ્રધાન યેદિયુરપ્પાના અંગત સચિવ પી. એ. સંતોષ સાથે અપક્ષ ધારાસભ્ય એચ. નાગેશની તસવીર દેખાડતા કહ્યુ હતુ કે શું ખરેખર તેમને ધારાસભ્યોના હોર્સટ્રેડિંગ સંદર્ભે દશ દિવસ પહેલેથી જાણકારી હતી? જ્યારથી કોંગ્રેસ-જેડીએસ સરકાર બની, તેને પાડવા માટે માહોલ બનાવવામાં આવી રહ્યો છે. મને પહેલા દિવસથી જાણકારી હતી કે સત્તા વધારે નહીં ચાલે, જોવું છું ભાજપ કેટલા દિવસ સરકાર ચલાવી શકે છે? મુદ્દા પર ચર્ચા થવા દો. ભાજપ હજીપણ સરકાર બનાવી શકે છે. કોઈ ઉતાવળ નથી. તમે સોમવારે અથવા મંગળવારે પણ સરકારી બનાવી શકો છો. હું મારા અધિકારોનો દુરુપયોગ કરીશ નહીં. પહેલા રાજકીય સંકટ પર ચર્ચા થશે, તેના પછી ફ્લોર ટેસ્ટ.
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના 13 અને જેડીએસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. ઉમેશ કામતલ્લી, બીસી પાટિલ, રમેશ જારકિહોલી, શિવરામ હેબ્બર, એચ. વિશ્વનાથ, ગોપાલૈયા, બી. બસ્વરાજ, નારાયણ ગૌડા, મુનિરત્ના, એસટી સોમાશેખરા, પ્રતાપ ગૌડા પાટિલ, મુનિરત્ના અને આનંદ સિંહે રાજીનામા આપ્યા છે. કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય રોશન બેગે પણ રાજીનામું આપ્યું છે. 10મી જૂને કે. સુધાકર, એમટીબી નાગરાજે પણ રાજીનામા આપ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે કર્ણાટક વિધાનસભાની કુલ 224 બેઠકોમાંથી સ્પીકરને બાદ કરતા 223 ધારાસભ્યો થાય. બહુમતી માટે 112 ધારાસભ્યો જરૂરી છે. હાલના કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર પાસે 116 ધારાસભ્યો હતા. તેમાં કોંગ્રેસના 78 અને જેડીએસના 37 તથા બીએસપીના એક ધારાસભ્યનો સમાવેશ થતો હતો.
જો 15 બંડખોર ધારસભ્યો ફ્લોર ટેસ્ટમાં સામેલ નહીં થાય તો ધારાસભ્યોની સંખયા 208 થશે. બહુમતી માટે આવી સ્થિતિમાં 105 ધારાસભ્યો જોશે. કુમારસ્વામીની સરકાર પાસે 101 ધારાસભ્યો છે. ભાજપ પાસે 105 અને બે અપક્ષ ધારાસભ્યોના ટેકા સાથે 107 ધારાસભ્યો હશે.
ગુરુવારે કુમારસ્વામી ખેમાના ત્રણ અને ભાજપને ટેકો આપનારા બે અપક્ષ ધારાસભ્યો ગૃહમાં પહોંચ્યા ન હતા. આવી સ્થિતિ રહેશે તો સ્પીકરને હટાવ્યા બાદ ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા 203 હશે, બહુમતી માટે 102નો આંકડો જરૂરી હશે. તેવામાં ભાજપ પાસે 105 ધારાસબ્યો હશે. આવી સ્થિતિમાં કુમારસ્વામી પાસે 98 જ ધારાસભ્યો હશે.