આજે ભાજપના સંસદીય દળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અન્ય સાંસદોની સાથે સામેલ થયા હતા. આ બેઠક સંસદની લાઈબ્રેરી બિલ્ડિંગમાં યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંસદીય સત્ર લંબાવવાના સંકેત આપ્યા છે.

આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ સિવાય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઘણાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અમિત શાહે સાંસદોને કહ્યુ હતુ કે દશ દિવસ માટે સંસદનું સત્ર લંબાવવા માટે તૈયાર રહો. ભાજપ સંસદીય દળની બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહે સાંસદોને કહ્યુ છે કે સત્ર દશ દિવસ માટે લંબાવવું પડશે. તેના માટે સાંસદોએ તૈયાર રહેવું જોઈએ.
#UPDATE: BJP Parliamentary party meeting at Parliament Library Building has now concluded. https://t.co/2GYoYmLbYy
— ANI (@ANI) July 23, 2019
અમિત શાહે કહ્યુ છે કે સરકારે આ સત્રમાં 25 બિલ લિસ્ટ કરવામાં આવ્યા છે. તેને સરકાર પારીત કરાવવા માંગે છે. તેની સાથે જ ભાજપ સંસદીય દળની બેઠકમાં નવા સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષનો પણ પરિચય કરાવવામાં આવ્યો હતો. તેઓ પણ આ બેઠકમાં હાજર હતા. તેના સિવાય જળ સંસાધન મંત્રાલયનું પ્રેઝન્ટેશન થયું હતું. તેમાં પાણી તંગીને લઈને વાત કરવામાં આવી હતી.
આના પહેલા ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહીતના નેતાઓ હાર રહ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભાજપના સાંસદોને પોતપોતાના મતવિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કરવાના નિર્દેશ પણ આપ્યા હતા.
